પૃષ્ઠ:Gramonnati.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬ : ગ્રા મો ન્ન તિ
 


સેવાભાવના

માંથી જેને પૈસા કમાવા ન હોય, પોતાની સ્થિતિ આગેવાનીમાંથી જેને સુધારવી ન હોય, ગામનું ભલું કરવાની જેને ઘેલછા લાગી હોય, ગ્રામઉન્નતિ એ જ જેણે ધર્મ તરીકે સ્વીકારી હોય, દેશ અને દુનિયાના ભલાનો આધાર ગામડાંના ભલા ઉપર રહેલો છે એમ જેણે ખાતરીપૂર્વક સમજી લીધું હોય, અને ગામડાંને માટે જે સર્વસ્વ હોમવા તત્પર હોય તે જ આ યુગમાં ગ્રામનેતૃત્વ લેઇ શકે એમ છે. જ્યાં સુધી એવો નેતા મળ્યો નથી ત્યાં સુધી ગામડું પછાત રહેવાનું છે.

ગામોન્નતિ એટલે
જીવનભરની તૈયારી

આજ કાલ ગ્રામસેવા માટે બહુ તૈયારીઓ થતી દેખાય છે. એ તૈયારીઓમાંની ઘણી તો ક્ષણિક તમાશા જેવી હોય છે. ક્ષણિક તમાશાઓ પણ અમુક અંશે ઉપયોગી છે એ સહુએ સમજી લેવું જોઈએ. પરંતુ ગ્રામોન્નતિને માટે તો જીવનભરની તૈયારી જરૂરની છે. એ ભાવના વગરની આગેવાનીમાં ઓછાપણું જ રહેવાનું. દેશસેવા કરવાની ઘણા યુવકો ઈચ્છા રાખે છે. ગ્રામસેવામાં ખરી દેશસેવા સમાઈ છે એ સહુને ઝડપથી સમજાય તો વધારે સારું. નેતૃત્વ સદાય અઘરું છે; તલવારની ધાર પર ચાલવા સરખું છે; એને માટે લાયકી મેળવવાની અને પાત્રતાને કેળવવાની જરૂર છે. માત્ર સેવાભાવનો ઉભરો કે ક્ષણિક ઉત્સાહ જરા ય કામ લાગે એમ નથી. ગ્રામનેતૃત્વ નીચેના ગુણો–નીચે બતાવેલી જરૂરિયાતો માગી લે છે. એ સિવાય ગ્રામનેતૃત્વમાં તેટલા પૂરતી ખામી આવી જશે :

ગ્રામનેતૃત્વઃ- ૧ ગ્રામ-નિવાસ.
૨ કેળવણી.
૩ તંદુરસ્તી.
૪ સહનશક્તિ.