પૃષ્ઠ:Gramonnati.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો : ૨૪૯
 


કરવું, અને ગ્રામજનતાને સમજ પડે એવી યોજના ઘડવી એમાં ખરી આગેવાની રહેલી છે.

ચારિત્ર્ય

આગેવાન ચારિત્ર્યશીલ હોવા જોઈએ – અને તે જૂની ઢબના ચારિત્ર્યને અનુસરતા હોવા જોઇએ. નવા જમાનાના કાર્ય કરનારને લગ્નની સંસ્થા નિરુપયોગી ભલે લાગે. પરંતુ લગ્નસંસ્થાનો તાત્કાલિક વિરોધ ગામડામાં કરવા તે બેસે તો તેના કાર્યને સફળતા નહિ મળે. સ્ત્રી પુરુષો ભેગાં મળી કાર્ય કરે, પરસ્પરના સહવાસ કેળવી ઔદાર્ય વિકસાવે એ બધું ભલે જરૂરનું હોય. પરંતુ તે કાર્ય હાલ તો શહેરની સીમામાં જ રાખવું. ગામડે જઈને ‘બહેનો' નો અતિ પરિચય સેવવાનો લોભ તદ્દન છોડી દેવો જોઈએ. સ્ત્રીપુરુષના વ્યવહારમાં શંકાને પણ સ્થાન ન મળે એવું – જૂની ઢબનું કહેવાતું હોય તો તેમ – વર્તન આગેવાનોએ રાખવાનું છે.

પૈસા સંબંધી ચો-
ખવટ

જ પ્રમાણે પૈસાની બાબતમાં બહુ જ ચોખવટ રાખવી જોઇએ. હિસાબ પાકો, માગે તે વખતે મળે એવો રાખવાની બહુ જ ચીવટ આગેવાને રાખવી જોઇએ. એક પાઈનો ગોટાળો પણ આગેવાનને કાર્ય માટે નલાયક બનાવી દે છે.

સ્વાર્થત્યાગ

એ જ પ્રમાણે સ્વાર્થત્યાગ પણ આગેવાને અવશ્ય કેળવવો જોઈએ. ગ્રામઉન્નતિની યોજનામાં પોતાને અને પોતાનાં કુટુંબને છેલ્લે લાભ મળે એવી કાળજી આગેવાને રાખવાની છે. દ્રષ્ટાંત તરીકે : જે રસ્તો પોતાને ઉપયોગમાં આવે એ હોય તે બાજુએ મૂકી બીજાના ઉપયોગમાં આવતો રસ્તો દુરસ્ત કરાવવો એ આગેવાનો માટે શોભાસ્પદ