પૃષ્ઠ:Gramonnati.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૨૬
ગ્રામજીવનના પ્રદર્શનનો સહજ ખ્યાલ
પ્રદર્શન

ઘણી વખત ગ્રામજીવનને લગતાં પ્રદર્શનો ભરવામાં આવે છે : ગામડાનું જીવન એ પ્રદર્શનમાં વ્યક્ત થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. ગ્રામજીવનમાં રસ ઉપજાવવા, ગ્રામજીવનની રસભરી કે વિકૃતિભરી સ્થિતિનો ખ્યાલ સહુને કરાવવા માટે આવાં પ્રદર્શન બહુ ઉપયોગી છે. ઘણું ખરું ઉદ્યોગ કે ખેતીના પાકના નમૂનાઓ ભેગા કરી પ્રદર્શન ભર્યાનો સંતોષ ધારણ કરવામાં આવે છે. અને પ્રદર્શન મોટે ભાગે ખેતીના પાક, કે ગ્રામઉદ્યોગની વસ્તુઓના સંગ્રહમાત્ર બની રહે છે. એ સંગ્રહો જરૂરના છે, પરંતુ ગ્રામજીવન એ માત્ર જુવાર, બાજરી કે ઘઉંની મૂડીમાં જ સમાય છે, અગર હળ, કરબ કે ઇયળ કાતરાનાં ચિત્રોથી જ ઓળખાય છે એમ માનવું ભૂલભરેલું છે. આવાં પ્રદર્શનો સંપૂર્ણ અને રસપ્રદ બને તે માટે ગ્રામજીવનને સમેટી લે એવી તેના અંગેની રૂપરેખાનું નિરૂપણ એ પ્રદર્શનમાં હોવું જોઈએ.

ગામડાંની કુદરત સુંદર અને વિવિધતા ભરી છે. એ જ પ્રમાણે ગ્રામજનતા પણ ચિત્રવિચિત્ર મુખ, કેશ અને વસ્ત્રાલંકારથી ગામડાને આકર્ષક બનાવી રહી છે. વળી ગામડાનાં પણ દૃશ્ય ગામડાની વિશિષ્ટ સુંદરતાને વ્યક્ત કરે એવાં હોય છે. આ બધાંનો ખ્યાલ