પૃષ્ઠ:Gramonnati.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦ : ગ્રા મો ન્ન તિ
 

 એમાં તેઓ બ્રિટીશ રાજ્યવ્યવસ્થાને પણ સારો બોધપાઠ આપી શકે એમ છે. તેમણે પણ સહકાર્ય પદ્ધતિ રાજ્યમાં દાખલ કરી એટલું જ નહિ પણ અંત્યજોદ્ધાર, સ્વદેશી, ગૃહઉદ્યોગોની ખીલવણી, ગુર્જર ભાષાને રાજભાષા બનાવવાની વાપરેલી દીર્ઘદષ્ટિ, સંસ્કાર જાગૃતિનાં આવશ્યક સાધન ગામડે ગામડે પહોંચાડવાનો કરેલો પ્રયત્ન એ બધું જોતાં રચનાત્મક કાર્યમાં તેઓ મહાત્મા ગાંધીજીના પુરોગામી બની શક્યા છે. ગ્રામોન્નતિના સિંહાવલોકનમાં તેમનું નામ મહત્ત્વનું છે.

મહાત્મા ગાંધી

પરંતુ ગ્રામોન્નતિના પ્રશ્નને ખરેખર મોખરે લાવી, તેના ઉપર આખી મહાસભાની રાજ્યનીતિનું અવલંબન કરાવી રાષ્ટ્રિય કાર્યક્રમના એક મહત્ત્વના ભાગ તરીકે તેનો સ્વીકાર કરાવનાર એક મહાન વ્યક્તિનું નામ તો સહુની જીભને ટેરવે રમી રહ્યું છે. એ વ્યકિત તે મહાત્મા ગાંધી.

દેશોદ્ધાર અને
ગ્રામોદ્ધાર

આ મહા પ્રખર ભાવનાશીલ સાધુ એક અદ્વિતીય કર્મચારી પણ છે. તેની વિશાલ દૃષ્ટિમાં હિંદસ્વરાજ્ય માત્ર દેખાય છે એટલું જ નહિ, સ્વરાજ્ય સ્થાપન કરવાનાં સાધનો પણ તેને હાથે ઘડાયાં જાય છે. દેશોદ્વારમાં ગામડું એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એટલું જ નહિ પણ તેના ઉદ્ધાર વગર દેશનો ઉદ્ધાર અશક્ય છે એ તેમણે સાબિત કરી દેખાડ્યું છે.

ગ્રામપવેશ અને
ગ્રામનિવાસ

ગ્રામ – ઉન્નતિના પ્રથમ માર્ગ તરીકે ગ્રામ – પ્રવેશ અને ગ્રામનિવાસને તેમણે મહત્ત્વનું સ્થાન આપ્યું છે. ગ્રામપ્રજાની વચ્ચે રહેવું, તેમની ખામીઓ-ખૂબીઓ જોવી અને સમજવી, તથા ઉદ્ધતાઈભર્યા અમલદારી કે ઉપકારક દેખાવ સિવાય માત્ર સહાનુભૂતિપૂર્વક ગ્રામજનતાની