પૃષ્ઠ:Gramonnati.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮ : ગ્રા મો ન્ન તિ
 


છતાં તેમાં સામુદાયિક સંસ્કારની ભાવના અને ગ્રામજીવનના માનસવિકાસનું પ્રતિબિંબ વધારે સ્પષ્ટતાથી પડે છે. ઓવારાનો પણ નિત્ય ઉપયોગ છે અને એક દવાખાનાનો પણ નિત્ય ઉપયોગી છે. પરંતુ સ્થૂલ ઓવારો બંધાઈ ગયા પછી તેના નિત્ય ઉપયોગ માટે સંસ્થાબદ્ધ કાર્ય કરવાની જરૂર રહેતી નથી. પરંતુ દવાખાનું સ્થાપ્યા પછી વૈદ્ય ડૉક્ટરની હાજરીનો, દવાના જથાનો, દર્દીઓની નિત્ય સારવારનો એમ સતત રોજના પ્રશ્નો ઉકેલવાનો એમાં વિચાર રાખવો પડે છે. એટલે તે જ્ઞાનની, સંસ્કારની, અને નિત્ય સમૂહ ઉપયોગની વ્યવસ્થા માગે છે. જ્ઞાનસહ ઉપયોગ કરવાની આ સંસ્થાઓને આપણે ગ્રામજીવનના ઉપયોગ અંગમાં જ્ઞાનઅંગ તરીકે ઓળખાવીએ તો ચાલી શકે – બીજા સારા વર્ગીકરણને અભાવે. તેમનો વિચાર કરતાં નીચેની યાદી તરત બનાવી શકાશે :—

(૧) શાળા. વર્તમાનયુગની કેળવણી વિષે અનેક ચર્ચાઓ અને મતભેદો ભલે હોય. પરંતુ એટલું તો સ્વીકારાયું છે જ કે સમાજની પ્રત્યેક વ્યક્તિને લખતાં વાંચતાં આવડવું જોઈએ. જ્ઞાનની ઓછામાં ઓછી યત્તા ઠરાવી આપણે તેને પ્રાથમિક નામ આપીએ છીએ. આદર્શ ગામની એકે ય વ્યક્તિ – પુરુષ કે સ્ત્રી – પ્રાથમિક શિક્ષણરહિત તો ન જ હોય.

(ર) પુસ્તકાલય, ભણેલું ભૂલાય નહિ અને સામાન્ય જ્ઞાન તેમ જ ચાલુ સમયની માહિતી ગ્રામજીવનમાં મળ્યા કરે એ ઉદ્દેશ સાચવવા આદર્શ ગામે પુસ્તકાલય વગર ન જ ચાલે.

(૩) દવાખાનું. ગામડાનો મુખ્ય ઉપદ્રવ મેલેરિયા – ટાઢિયો તાવ – હિમજ્વર. તે ઉપરાંત આંખનાં અને ત્વચાનાં દરદ, સાધારણ પ્રકારની ઉધરસ, બેચેની કે દુખાવો, સાધારણ ઘા, રુધિરવહન એવાં સહજસાધ્ય દર્દો કે પ્રસંગોને તાત્કાલિક પહોંચી વળવા