પૃષ્ઠ:Gramonnati.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ ગામડું : ૨૬૯
 


માટે પૂરતી દવાઓ ગામે હોવી જોઈએ. મોટાં દવાખાનાં વગર ગામડાં ચલાવી લેશે.

(૪) અખાડો. ગ્રામજનતાને શીસ્ત એટલે શું ? વ્યવસ્થિત સમૂહ એટલે શું ? સંઘગતિ તથા સંઘશાસન એટલે શું ? એ શીખવવું હોય તો અખાડો નભાવ્યા સિવાય છૂટકો જ નથી. આદર્શ ગામે અખાડો તો હોય જ. શીસ્ત અને તંદુરસ્તી આપતી વ્યાયામશાળા શિક્ષણ આપતી શાળા જેટલી જ ઉપયોગી છે. સ્કાઉટ – બાલચમુ તેમ જ તાલીમબદ્ધ સ્વયંસેવકોની પ્રવૃત્તિઓ આ વ્યાયામશાળાના અંગની જ ગણાય. સ્વરક્ષણ, પરરક્ષણ, ગ્રામરક્ષણની વ્યક્તિગત તેમ જ સામુદાયિક પ્રવૃત્તિઓ અખાડામાં જ વિકાસ પામે.

(૫) પંચાયત. આ સંસ્થાનાં મૂળ આર્યાવર્તના અતિ પ્રાચીન કાળ સુધી પહોંચેલાં છે. ગ્રામવહીવટની સ્વતંત્રતા એમાં સમાયેલી છે. પ્રજાસત્તાનો એમાં પ્રાચીન પડઘો પડેલો છે. એ પંચાયતદ્વારા ન્યાય ચુકવાતા, ઝઘડાઓની પતાવટ થતી, ગામનાં સામુદાયિક કામો થતાં, ફાળા ઉઘરાવાતા, ગામની જરુરિયાતાના વિચારો થઈ યોજનાઓ ઘડાતી. ગામડાંમાં પંચાયત અને શહેરમાં મહાજન એ ગ્રામ અને શહેર વહીવટનાં દૃઢ બંધારણોએ આપણા વિકાસમાં ભારે ફાળો આપ્યો છે. મૂળ કોમોનું બંધારણ ધંધાને અવલંબીને ઘડાયલું. એ કોમોનાં પ્રતિનિધાન વડે રચાયેલી પંચાયત કેન્દ્રિત રાજસત્તાના ફેરફારની અસરથી મુક્ત રહી પોતાનું અસ્તિત્વ છેક આજ સુધી અમુક અંશે જાળવી રહી છે. ગ્રામપુનર્ઘટનામાં પંચાયતનું સ્થાન બહુ મહત્ત્વનું છે. આગળ જણાવી ગયા તે બધાં ય કામ નવેસર અગર દુરસ્ત કરાવવા માટે અગર તે અને તે સિવાયનાં ગામાત કામો ઉપર દેખરેખ રાખવા માટે, ગામનું આરોગ્યરક્ષણ, ગામની સગવડ, ગામનું શિક્ષણ, ગામના