પૃષ્ઠ:Gramonnati.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ ગામડું : ૨૭૩
 


ગણાવી શકાય. તથાપિ તેનું મહત્વ વિચારતાં તેને આમ જુદા ક્રમ આપ્યા છે.

ઉત્સવ

(૨) ઉત્સવો પણ આપણા જીવનના આનંદવિભાગમાં આવી જાય, જે ગામ ઉત્સવ ન કરી શકે તેને આદર્શ ગણાવાનો અધિકાર નથી. આપણા જૂના જીવનમાં ઋતુઋતુના જાહેર ઉત્સવ ઉજવાય છે. આજની પરિસ્થિતિને અનુસરી આપણા ઉત્સવને આપણે સજીવન કરીશું તો જ ગામડાનું જીવન રસભર્યું અને જીવવા યોગ્ય થશે.

ઉત્સવોની ઉજવણી અનેક રીતે થઈ શકે એમ છે. દષ્ટાંત તરીકેઃ

(૧) શાળાનો ઇનામસમારંભ,
(ર) વ્યાયામસંમેલનો અને શરતો,
(૩) સમૂહસંગીત – પ્રભાતફેરી, પ્રાર્થના તથા ગરબા, રાસ વગેરે
સ્વરૂપમાં,
(૪) પ્રદર્શન,
(૫) નાટક,
(૬) ઊજાણી,
(૭) પર્યટન,
(૮) કથાવાર્તા,
(૯) મેળા તથા બજાર, જેમાં આનંદ જેટલું જ ઉપયોગનું તત્ત્વ રહેલું છે.

ગૃહશૃંગાર

(૩) આંખને ગમે એવી ચોખ્ખાઈ અને વ્યવસ્થાથી ઘરવખરી ગોઠવવાની કળા આપણે ત્યાં લુપ્ત થતી જાય છે. ઘર ગોઠવવા માટે બહુ વસ્તુઓની જરૂર નથી. એક ઝૂંપડી પણ કલાકારને હાથે મહેલ કરતાં