પૃષ્ઠ:Gramonnati.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪ : ગ્રા મો ન્ન તિ
 


કાર્યકર્તાઓનો સમૂહ આ કેન્દ્રના કાર્યમાં જોડાયો ન હોય તો. પરંતુ એ ખર્ચ એવો ન હોવો જોઇએ કે જે કામ કરનારને સાહેબ બનાવી ગ્રામજનતાથી જુદો પાડી દે.

સામાન્ય સહાયના
માર્ગ

સ્વપોષણની શક્તિ જેનામાં ન હોય, જેને ગુજરાન ચલાવવાની ફીકર ચિંતા હોય, જેની જરૂરિયાતો શહેરી ઢબની હોય, જેનાથી અડચણ વેઠી શકાય એમ ન હોય એનાથી ગ્રામોદ્ધારનું આખું કાર્ય માથે ન જ લેઈ શકાય. એવા માણસે ખાદી વાપરીને, ગ્રામ-ઉદ્યોગથી બનતી વસ્તુઓ ખરીદીને અને સાદાઇથી રહીને ગ્રામોદ્ધારના કાર્યમાં પરોક્ષ સહાય આપી શકે.

ગ્રામોદ્વાર ઈચ્છતા સેવકથી ગામ ઉપર ભારણ રૂપ ન જ બનાય. એનું પોષણ એણે જાતે મેળવી લેવું રહ્યું. ગામ ઉપર પોષણનું ભારણ નાખી ગ્રામસેવા કરવા જનારની પ્રતિષ્ઠા જામતી જ નથી અને તેના હેતુની પ્રમાણિકતા ઉપર જનતાને વિશ્વાસ બેસતો જ નથી. આપણા દેશની ઘણી સેવાઓ આવી વૃત્તિને લીધે સફળ થઈ શકતી નથી.

ધૂન

એકલી ધૂનથી પણ ગ્રામોદ્ધારનું કાર્ય ન થાય. સેવાવૃત્તિ ઘણી વખત ઉભરા સરખી ક્ષણિક અને ધુમ્મસ સરખી પોકળ હોય છે. ધૂન એ આવશ્યક વસ્તુ છે, છતાં એ ધૂનની સાથે અભ્યાસ, લોકોની જરૂરિયાતો અને લોકોના સ્વભાવનો સહાનુભૂતિભર્યો પરિચય, લોકોને રુચિકર થઈ પડવાની આવડત અને છાપ પડે એવું ચારિત્ર્ય, આર્થિક અને નૈતિક પ્રલોભનથી પર રહેવા જેટલો સંયમ અને નૈતિક બળ, ગામની પક્ષાપક્ષીથી દૂર રહેવા જેટલી અલિપ્તતા અને કીર્તિની ઝંખનાનો અભાવ એટલા ગુણ કેળવ્યા સિવાય એકલી ધૂન નિરર્થક