પૃષ્ઠ:Gramonnati.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






ગામડું અને ઉન્નતિ પ્રકાર


ઉન્નતિનો અર્થ

ઉન્નતિનો અર્થ ઊંચે ચઢવું એવો થાય છે. ગામડાં હાલ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાંથી ઊંચી કક્ષાએ જે જે રીતે ચઢાવી શકાય તે બધી રીતનો ગ્રામોન્નતિમાં સમાવેશ થાય. સામાન્યતઃ ગામડાં કેવાં હોય છે તે આપણે જોયું. પરંતુ ખરેખર ગામડાંની સ્થિતિ કેવી છે તેનો ખરો ચિતાર તો ગામડાંમાં ભળ્યા વગર ન જ આવે.

એક ગામડાનો
ચિતાર

સરકારી કામને અંગે એક ગામડાનું શાસ્ત્રીય અને પદ્ધતિસર અવલોકન કરવાનો અને તે સંબંધી નિવેદન રજુ કરવાનો મારે પ્રસંગ આવ્યો હતો. ગામનું નામ જાહેર કરવાની જરૂર નથી, તથાપિ ઉત્તર ગુજરાતમાં આવેલું એ ગામડું સામાન્યતઃ આપણાં હિંદનાં ગામડાંનો – ઠીક કહેવાતાં ગામડાંનો – નમૂનો ગણી શકાય. ઊંડા અવલોકન પછી અને બની શકે એટલા ખરા આંકડા મેળવ્યા પછી એ ગામડાનું સ્વરૂપ કેવું છે તેનું એ નિવેદનમાં કરેલું દિગ્દર્શન અત્રે આપું છું. નિવેદન અંગ્રેજીમાં લખ્યું હતું એટલે એક ફકરો ગુજરાતીમાં ઉતારું છું. ગામડાંની પરિસ્થિતિ એ ગ્રામવ્યક્તિની