પૃષ્ઠ:Gramonnati.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગામડું અને ઉન્નતિ પ્રકાર : ૧૭
 


નથી; ઊલટું તેને એમ લાગે છે કે આ અર્ધ સરકારી સંસ્થાથી દૂર રહ્યા સારા. તેની સ્થિતિમાં તે નિરુત્સાહભર્યો સંતોષ માની બેસે છે, અને તે સુધારવા તરફ તેનું જરા પણ વલણ હોતું નથી. આમ છતાં તેના તરફ માયાળુ અને સમભાવભર્યું વર્તન કોઈ રાખે તો તેને અપાર આનંદ થાય છે, અને વિવેકથી તેને જે કહેવામાં આવ્યું હોય તે કરવા પ્રવૃત્ત થાય છે.’

ગ્લાનિભર્યું ચિત્ર

આ આપણો ગ્રામ્યવાસી. એના ઉપરથી એના ગામડાની કલ્પના કરી લેવાય એમ છે. આ હિંદુઓનું ગામડું હતું. કોઈ ગામડામાં હિંદુમુસલમાન ભેગા રહેતા હોય. વળી આ ગામડું તો કાંઈક ઠીક ગણાય. બીજાં ગામડાં ઘણાં એવાં છે કે જેમની સ્થિતિ આના કરતાં પણ ઊતરતી હોય. સામાન્યતઃ ઉપરના ચિત્રને નમૂના તરીકે સ્વીકારી લઈએ તો પણ તે અતિશય ગ્લાનિ ઉપજાવે એમ છે. બે આનામાં પોતાનું પેટ ભરતો, ૩૦ વાર કાપડમાં આખા વર્ષ સુધી પોતાના દેહને ઢાંકતો ગામડિયો નિહાળી ગાંધીજી સરખા યુગપુરુષને પૂરો દેહ ન ઢંકાય એટલું ટૂંકું વસ્ત્ર પહેરવાની અને બે આનામાં પોતાનું ગુજરાન કરવાની વૃત્તિ જાગૃત થઈ આવે એમાં શું આશ્ચર્ય ? ખરેખર ગ્રામ્ય–જનતાની દરિદ્ર અવસ્થા વિચારશીલ મનુષ્યોને નીચું જોવડાવે એવી છે, સહૃદયી મનુષ્યોનાં દિલને હલાવી નાખે એવી છે, અને મૉજશોખમાં પૈસા ગાળતા ધનિકને લજાવે એવી છે. દરિદ્રનારાયણની હરકોઈ પ્રકારની સેવા આજે હિંદવાસીઓનો પ્રથમ ધર્મ થઈ પડી છે.

ગ્રામોન્નતિના
પ્રકાર

ગ્રામોન્નતિ એ બહુ વ્યાપક શબ્દ છે. ગ્રામજનતાનું ક્લેવર હાડપીંજર સરખું બન્યું છે, અને તેનું માનસ મૂર્છાવશ થયું છે. એટલે ગ્રામોન્નતિ સર્વ પ્રકારની ઉન્નતિ માગી લે છે. કોઇને તેનો