પૃષ્ઠ:Gramonnati.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨ : ગ્રા મો ન્ન તિ
 

 પોતાના શિક્ષણને દીપાવ્યું છે એમ જરા ય માની શકાતું નથી. ખેતી સુધારણા માટે સરકારે કાઢેલાં ખેતીવાડી ખાતાંમાં નોકરી સ્વીકારી લીધાથી ખેતીની ઉન્નતિ જરા પણ થઈ શકે એમ નથી. ખેતીને બોધની જરૂર નથી; બુદ્ધિની જરૂર છે, પ્રયોગની જરૂર છે, કલ્પનાની જરૂર છે. ભણેલી પ્રજા ખેતીથી નાસતી ફરશે તો ખેતી દુર્બળ જ રહેશે. બુદ્ધિમાનો ખેડૂતોને માત્ર બોધ કરવામાં કર્તવ્યસમાપ્તિ અનુભવશે તો ખેતીમાં કશો જ સાર રહેશે નહિ. ભણતર–નવીન ભણતરને માથે અનેક આરોપ આવેલા છે અને તે મોટે ભાગે ખરા છે. નવીન ભણતરે હિંદવાસીને સુંવાળો બનાવી દીધો છે, શૉખીન બનાવ્યો છે, સાહસરહિત કરી નાખ્યો છે, અને શ્રમજીવનનો કાયર બનાવ્યો છે. એને પરિણામે રાજ્યનો આશ્રય ખૉળી માસિક વેતનની સ્થિરતા અને અમલદારીની તુમાખી અનુભવતો ભણેલો હિંદી જેમ રાજકીય પરાધીનતા વધારતો જાય છે તેમ આર્થિક પરાધીનતા પણ તે વધારતો જાય છે. ભૂમિમાતાને પ્રસન્ન કરતો તપશ્ચર્યા ભૂલી તે સરકાર માબાપનાં બારણાં ઠોકતો ભિક્ષુક બની ગયો છે. ભણેલી અને બુદ્ધિમાન જનતાએ ભૂમિ-અભિમુખ થવાની પહેલી જરૂર છે. તે સિવાય ખેતીસુધારણા અશક્ય છે, એટલું જ નહિ પણ ગામડાંની આર્થિક ઉન્નતિનાં બીજા અંગો પણ નિષ્ફળ જ રહે એમ છે. એથી ખેતીસુધારણાનું પ્રથમ પગલું તો એ જ છે કે બુદ્ધિમાન શિક્ષિત જનતાને ખેતીના સંસર્ગમાં સતત રાખવી.

સુધારણાના ઈલાજ

ખેતી સુધારણાના વ્યવહારુ પ્રશ્નને આપણે બે વિભાગમાં વહેંચી નાખ્યો છે : ૧ જમીન–સુધારણા અને ૨ પશુ–સુધારણા. પ્રત્યક્ષ ખેતી કરતી પ્રજા આપણે માનતા હોઈએ એવી બુદ્ધિવિહીન