પૃષ્ઠ:Gramonnati.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પશુ-સુધારણા : ૩૭
 


ઢોર ઉછેરની વર્ત-
માન સ્થિતિ

પરંતુ પશુ પ્રત્યેના વર્તનમાં આપણે કેટલા બેદરકાર બન્યા છીએ તેનો સહજ વિચાર કરીશું તો નીચેની બાબતોનો સ્વીકાર કર્યા વગર ચાલે એમ નથી.

૧ આપણાં કૃષિ ઉપયોગી જનાવરોની જાત બગડતી જાય છે.
૨ તેમના દેહ અને તેમની શક્તિ ગૂજરાતી જનતાની માફક ઘસાતાં જાય છે.
૩. એમાં ખેડૂતની નિષ્કાળજી પણ ઘણે અંશે જવાબદાર છે.
૪. ઢોર ઉછેરની જૂની પદ્ધતિ ભૂલતા જઈ નવી પદ્ધતિના લાભ લેતા હજી પણ થયા નથી.
૫. ઢોરની જાત સુધારવાના પ્રયોગો જોઇએ એટલા પ્રમાણમાં થતા નથી; અને થયા છે તે જોઈએ એટલા સફળ થતા નથી.
૬. પ્રયોગોની નોંધ રહેતી નથી, અને ખેડૂતોમાં એ પ્રયોગોનાં પરિણામોનો પ્રચાર પણ થતોનથી.
૭ ઢોરનો શૉખ ઓછો થતો જાય છે. એટલે પોતાની ગાય કે પોતાના બળદમાં અભિમાન લેવાની ઉત્સુકતા ભાગ્યે જ કોઈનામાં હોય છે.
૮ ઢોરના રોગચાળાની ચિકિત્સા તથા તેના ઉપાયોનાં સાધનો નહિ જેવાં છે.

ઢોરની ઉત્પત્તિનો
પ્રશ્ન

ઢોરની ઉત્પત્તિના કારણભૂત યોગ્ય વાલી – નરની પસંદગીમાં ભાગ્યે કાળજી રાખવામાં આવે છે. પસંદ થયેલા નરની સંભાળમાં તો અતિશય બેકાળજી રહે છે. ગામની સહિયારી મિલક્ત તરીકે તે અસહ્ય બેદરકારીનો ભોગ થઈ પડે છે. અને