પૃષ્ઠ:Gramonnati.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮ : ગ્રા મો ન્ન તિ
 


હરાયા જનાવર તરીકે તે પોતાનો ખોરાક ગમે તે રીતે મેળવી ટોળા ભેગો ફરતા રહી અવ્યવસ્થિત રીતે પ્રજોત્પત્તિનું કાર્ય કરે છે. સારા ખેડૂતો કદાચ એમાં અપવાદરુપ હશે, ને સરકાર તરફથી પણ વાલી જનાવરો પૂરાં પાડવાના નહિ જેવા પ્રયત્નો થાય છે. પરંતુ જનાવરની જાત સુધારવા માટે એ પૂરતું નથી. લોકોની ઉદાસીન વૃત્તિ તો આમાં જવાબદાર છે જ. પરંતુ લોકનો વાંક કાઢી બેસી રહેવાથી સરકારની કે આગેવાનની ફરજ અદા થતી નથી.

ગોપાલન (Dairy)

જનાવરો એકલાં ખેતીમાં જ ઉપયોગી હોત તો પણ તેમની મહત્તા ઓછી ન ગણાત. પરંતુ તેઓ બીજી રીતે પણ ઉપયોગી છે એટલે તેમનું મહત્ત્વ બમણું વધી જાય છે. દૂધ અને ઘી એ મધ્યમ તથા ઉચ્ચ વર્ગના ખોરાકમાં મહત્ત્વને સ્થાને છે, અને છાશ એ ગરીબ વર્ગમાં એટલું જ મહત્ત્વનું સ્થાન લે છે. દૂધ, ઘી તથા છાશ માટે ગાય અને ભેંશના આપણે આભારી છીએ. ખોરાકને લગતા કંઈક પ્રશ્નો જનાવરોના ઉછેર સાથે જોડાયેલા છે, તેમનો વિચાર અત્રે ન કરતાં આર્થિક દૃષ્ટિએ જોઈએ તો પણ ઢોરઉછેર એ હિંદનો મોટામાં મોટો ગૃહઉદ્યોગ બની રહ્યો છે. ઘીનો ગાડવો ઊંચકી મજૂરીના પૈસામાંથી મરઘી વેચાતી લાવી, તેમાંથી આગળ વધી ગાય ભેંશ વસાવી તેમાંથી એક સારા વ્યાપારી કે કૃષિકાર બની મોટા કુટુંબવાળા પ્રતિષ્ઠિત ગૃહસ્થ બનવાની આકાંક્ષા રાખનાર એક મજૂરને આપણી લોકવાર્તાએ શેખચલ્લી કહી હસી કાઢ્યો છે. એની ઊતાવળને આપણે ભલે હસીએ – જીવનમાં આપણે બધાએ ઘણીવાર હાસ્યપાત્ર શેખચલ્લી બન્યા હોઈએ છીએ. પરંતુ શેખચલ્લીના સ્વપ્નમાં અશક્ય કશું જ નહોતું. ભાવી દીકરાને જમવા ઉઠવાની ના પાડવાનો અભિનય તેણે મુલતવી રાખ્યો હોત તો તે જરૂર ગૃહપતિ બન્યો જ