પૃષ્ઠ:Gramonnati.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પશુ–સુધારણ : ૩૯
 


હોત. અને ‘તારો તો ગાડવો ભાગ્યો પણ મારૂં તો ઘર ભાંગ્યું’ એવા ઘીમાલિકને જવાબ આપનાર શેખચલ્લી બીજી મજૂરીમાંથી, જરૂર પોતાની કલ્પનાને અમલમાં મૂકી ગૃહસ્થ બની ગયો હોય તો તેમાં કશી નવાઈ નથી. આજે પણ કંઈક વિધવાઓ એક ભેંશ કે ગાય રાખી તેમાંથી પોતાનું અને પોતાનાં નિરાધાર બાળકોનું પૂરું કરે છે.

ઘી, દૂધ, દહીં અને છાશ આપનાર ઢોર આમ ગૃહઉદ્યોગનું મોટું સાધન બની રહે છે, અને ખેડૂતને ખેતી ઉપરાંત બીજી આવકનું સાધન પૂરું પાડે છે. એ ગૃહઉદ્યોગને મોટા વ્યાપારના રૂપમાં ફેરવી નાખવાથી–એટલે કે ડેરી (ઘી માખણ તૈયાર કરવાનાં કારખાનાં) કાઢવાથી લાભ છે કે કેમ એ પ્રશ્નનો ઉત્તર આપી શકાય એવી સ્થિતિ હજી ઉત્પન્ન થઈ નથી. છતાં દૂધનું ખોરાક તરીકેનું મહત્ત્વ સ્વીકારાતું જાય છે અને તે મોટા પ્રમાણમાં ઉપજે એમ થવાની જરૂર સહુને લાગે છે, કારણ ખોરાક તરીકે દૂધ બાળક, યુવાન અને વૃદ્ધ એ સૌને માટે આવશ્યક હોવા ઉપરાંત તે સ્વચ્છ, જંતુરહિત અને ભેળસેળ વગરનું હોવું જોઈએ એમ આરોગ્યરક્ષક નિષ્ણાતો પણ જણાવે છે.

ખેડૂતો ઉપરાંત રબારી સરખી કોમો પણ એ ગૃહઉદ્યોગને આધારે જ જીવી રહી છે.

રબારી

રબારી કોમ એ પશુઉછેરને પોતાનો વંશપરંપરાનો અને મુખ્ય ધંધો બનાવી રહેલી કોમ છે. ગૌચરો અને બીડને ભાંગી ખેતીના ઉપયોગમાં લઈ લેવાની ખેડૂતોની તથા સરકારની ઉતાવળે રબારી કોમને બહુ મુશ્કેલીમાં મૂકી દીધી છે. જમીન-આબાદીના ઉત્સાહમાં જમીનને જીવતી રાખનાર પશુઓના ઘાસચારાનાં સ્થાન આપણે ખૂબ ઘટાડી દીધાં છે, અને પશુ ઉછેરતા રબારીઓને ગુનેગાર બનવા આપણે જ