પૃષ્ઠ:Gramonnati.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પશુ – સુધારણા : ૪૩
 


પાંચગણુ દૂધ હિંદ ઉત્પન્ન કરે છે, છતાં દૂધનું ઉત્પાદન અને દૂધના ધંધા આપણે ત્યાં બહુ જ પછાત સ્થિતિમાં હજી રહેલા છે.

હિંદમાં એક અબજ રૂપીઆ જેટલું ઘી દર વર્ષે ઉત્પન્ન થાય છે. ગણતરી કરનારાઓ કહે છે કે હિંદમાં ૭૦ કરોડ મણ દૂધ ઉત્પન્ન થાય છે અને તેમાંથી ૩૬ કરોડ મણ જેટલા દૂધમાંથી બે કરોડ ત્રીસ લાખ મણ જેટલું ઘી દર વર્ષે તૈયાર થાય છે. બાકી રહેલી છાશ કોઈ પણ પ્રકારનો આર્થિક નફો આપી શકતી નથી–માત્ર ઘી દૂધ ઉપજાવનારાં કુટુંબોના અગર તેમના પડોશીઓના ખોરાકમાં લગભગ વગર મૂલ્યે વપરાય છે. એને વ્યવસ્થિત ધંધામાં ફેરવી નંખાય તો કેટકેટલું ધન બચે ?

સંખ્યાની દૃષ્ટિએ આટલાં બધાં પશુઓ હોય તો હાડકાં અને ચામડાંને લગતા ધંધા પણ આપણે ત્યાં બહુ જ મોટા પ્રમાણમાં ખીલી શકે. એટલે પશુસંરક્ષણનો પ્રશ્ન આપણી કૃષિ સાથે જોડાએલો હોવા ઉપરાંત ઉદ્યોગની દૃષ્ટિએ પણ શાસ્ત્રીય વિચાર, વ્યવસ્થિત બંધારણ અને કલ્પનાજન્ય સાહસ માગી લે છે.

પશુઉછેરના પ્રશ્નને એક સામટો આપણે નીચે પ્રમાણે જોઇ શકીએ:—