પૃષ્ઠ:Gramonnati.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬ : ગ્રા મો ન્ન તિ
 


વેચાણ

ઘણી વખત એમ પણ બને છે કે અનાજનો ભાવ સારો હોય તો તેઓ જરૂરીયાત પૂરતું અનાજ પણ વેચી તેનાં નાણાં ઉપજાવે છે, અને એ નાણાંમાંથી ઓછી ખર્ચાળ જરૂરીયાતો પૂરી પાડે છે. કેટલાક બાગાયતી પાક લેનારા ખેડૂતો પણ માલના વેચાણમાંથી પોષણ મેળવી શકે. કેટલાક સારો ભાવ અપાવતા પાક પણ વેચવાના હોય છે. એટલે કંઈક અંશે કુટુંબના પોષણરૂપ બનતો પાક મોટે ભાગે વેચવો તો પડે જ છે.

રસ્તા

આ માલ શાહુકારો, વેપારીઓ અને વેપારીઓના દલાલો જે તે ગામે આવી ખરીદ કરે છે અગર ખેડૂતો બજાર કે હાટમાં જઈ વેચે છે. ગામે વેચાણ થયેલો માલ પણ પીઠમાં તો વહી જવો જ પડે છે. આમ કૃષિકારના માલની આવજાવ માટે રસ્તા અને વેચાણ સ્થાન–બજાર એ ગ્રામજીવનનું બહુ ઉપયોગી અંગ બની જાય છે.

રસ્તાનું મહત્ત્વ

રસ્તા — માર્ગનું મહત્ત્વ ગ્રામ્યજનતાને બહુ સમજાતું નથી. પરંતુ રસ્તા એ તો પ્રજાજીવનની રક્તવાહિનીઓ છે એમ કહીએ તો ચાલી શકે. રસ્તાની કળા રોમનલોકોએ સાધ્ય કરી હતી. રસ્તાનું મહત્ત્વ રામનલોકો પૂરેપૂરું સમજી શક્યા હતા એટલે રસ્તાઓને પ્રતાપે રોમન સામ્રાજ્ય લાંબા સમય સુધી જગતના મોટા ભાગમાં ફેલાયેલું હતું. હિંદુસ્તાનમાં આપણા ઉન્નતિકાળે આપણે રસ્તાનું મહત્ત્વ સમજી શક્યા હતા. રસ્તાઓની સગવડને લઈને જ લશ્કરોની હીલચાલ થઈ શકે. રસ્તાઓ હોય તો જ માલની અવરજવર સરળતાથી કરી શકાય. પરસ્પર સંબંધમાં આવવાને માટે માર્ગની જ જરૂર. માર્ગ હોય તો જ માનવીની, પશુઓની, અને