પૃષ્ઠ:Gramonnati.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર સ્તા : ૪૯
 


નિષ્ણાતો માટે જ રહેવા દઈશું. એટલું કહી શકાય કે જવઅવર ઝડપી બન્યાં છે, અને આયાતનિકાસની સગવડ સારી થઈ છે – જો કે માલ ઉપજાવનાર કરતાં માલની દલાલી કરનારાઓને એથી વધારે લાભ થયો છે.

સહાયક અને ગ્રામ-
રસ્તા.

આવા રાજકીય મહત્ત્વવાળા રસ્તાઓ ગ્રામોન્નતિમાં આડકતરી અસર તો કરે જ છે, છતાં આપણા કાર્યને અનુલક્ષી આપણે રાજમાર્ગની પૂર્તિ કરનાર સહાયકારી માર્ગો–feeder roads અને ગામ ગામને જોડનારા ગ્રામરસ્તા village roads અને ગામમાંથી સીમમાં જવાના રસ્તા તરફ જ ધ્યાન આપવાની જરૂર છે. સહાયક માર્ગો–feeder roads ઘણુંખરું પ્રાંત કે તાલુકા પંચાયતો – District and Taluka Local Boards કરે છે. એવા રસ્તાઓની બનાવટ અને દેખરેખ માટે એ સંસ્થાઓ પાસે સારું મહેકમ Establishment પણ હોય છે. માત્ર ગામરસ્તાઓ જ એવા છે કે જેની દરકાર કઈ જ રાખતું નથી.

ગ્રામરસ્તાઓની વર્ત-
માન સ્થતિ.

ગામના અને સીમના રસ્તાઓ કાં તો અતિશય દડ, રેતી કે કાદવવાળા હોય છે. તેના ચીલામાં ઠેકાણું હોતું નથી. ચીલામાં ખાડા ટેકરા એટલા બધા હોય છે કે ગાડાં હાંકનાર માણસ અને બળદને મહામુશ્કેલી પડે છે. ટેવાઈ ગયેલી જનતા કદાચ એને મુશ્કેલી ન કહે તેથી એ મુશ્કેલી મટી જતી નથી. જનાવર અને ગાડાંના જીવન ઉપર રસ્તાઓ ભારે અસર પહોંચાડે છે એ ભૂલવું ન જોઈએ. રસ્તામાં કશી યોજના કે નિયમિતપણું હોતું નથી. આસપાસના ખેતરવાળાઓને વાડ આગળ લાવી રસ્તાને સાંકડો બનાવી દેવાની નિરર્થક ટેવ પડેલી હોય છે. ઘણે ભાગે ચોમાસાનાં