પૃષ્ઠ:Gramonnati.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







બજાર

બજાર

બજાર તો સહુએ જોયાં છે. શહેરનાં બજાર શહેરીઓના ધ્યાન બહાર ન જ હોય. પરંતુ ગામડાંમાં પણ બજારો હોય છે, એની શહેરવાસીઓને પૂરી ખબર હશે ખરી ? કદાચ ખબર હોય તો પણ બજાર એ ગ્રામજીવનનું એક અત્યંત મહત્ત્વનું અંગ છે, એની ખબર ન હોય તો પણ સહુએ એ ખબર રાખવા જેવી છે.

શહેરોમાં અમુક દિવસે વિશિષ્ટ બજાર ભરાય છે. શહેરોમાં ભરાતા બજારને ‘ગુજરી’ કહે છે. એ નામ ધીમે ધીમે શહેરમાંથી પણ ભુલાતું જાય છે. ગામડાંમાં પણ બજારો ભરાય છે, અને કેટલીક જગાએ એ ‘હાટ’ ને નામે પણ ઓળખાય છે. શહેરનાં ચાલુ બજારો ઉપરાંત અઠવાડિયાના અમુક વારે આવાં બજારો અગર ગુજરીઓ જેમ ભરાય છે તેમ, ગ્રામવિભાગમાં પણ એકાદ મધ્યસ્થ અગર મહત્ત્વના ગામડામાં અગર વારાફરતી જુદાં જુદાં ગામડાંમાં બજારો અને હાટ ભરાય છે.

ઉપયોગ

આ બજારમાં કપાસ, અનાજ, કરિયાણાં, ખજુર, કોપરાં, કાપડ, રમકડાં, હલકાં ઘરેણાં, છીપકોડી કે શંખના અલંકાર, લાકડાંલોઢાનાં ઓજારો વગેરે વેચાય છે. આ બજારો ગ્રામજનતાને વખતોવખત