પૃષ્ઠ:Gramonnati.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬ : ગ્રા મો ન્ન તિ
 


હાટમાં અગર બજારમાં ખેડૂત પોતાનો માલ લઈ જાય ત્યારે પણ નાના મોટા વ્યાપારીઓ ખેડૂતોના અજ્ઞાનનો અને સંગઠનના અભાવનો લાભ લેવાને તત્પર જ હોય છે.

કાં તો દાણા સાટે બીજો માલ ખેડૂતને લેવાનો હોય, તો તેમાં દાણાને બદલે આપવાના માલની કિંમતમાં ખૂબ વધારો કરી દેવામાં આવે છે, અને રોકડ રકમ આપવાની હેય તો તેમાં પણ અભણ ખેડૂતને માલની કિંમત ઘણી ઓછી મળે છે. હાટમાં આવતા કપાસના વેચાણની નજરે જોએલી પરિસ્થિતિ બધા જ વેચાણનાં દૃષ્ટાંતરૂપ થઈ પડશે.

પદ્ધતિનો ચિતાર.

ગાંસડી અગર ગાડામાં ખેડૂત કપાસ લઈ હાટમાં આવે છે. કાપડ અગર કરિયાણાની દુકાનો માંડી બેઠેલા વ્યાપારીઓ અગર સારે ભાવે માલ વેચી આપવાનો ડૉળ કરનાર દલાલો કપાસમાંથી મૂઠી ભરી કપાસની જાત જોવા માટે કપાસ ઉઠાવી લે છે, અને ભાવ ઠરાવવાને બહાને એ મૂઠી કપાસ પોતાની પાસે જ રાખે છે. ભાવ પૂરતો કરતો નથી, ખૂબ ખેંચતાણ થાય છે, અને કપાસનો માલિક બીજા વ્યાપારી પાસે જાય છે, અને ત્યાં પણ તેની એ જ દશા થાય છે. પાંચ કે સાત વ્યાપારીઓની પકડમાં આવી ચૂકેલો ખેડૂત કંટાળી જાય છે, અને પોતાનો માલ વેચવાની અને પોતાને જરૂરનો માલ ખરીદવાની ઉતાવળમાં પડે છે. બપોર થતાં તે થાકી સાથે લાવેલો રોટલો ખાઈ ગાડાની ઓથે અગર ઝાડના શીળા નીચે સહજ આરામ લે છે. વ્યાપારીઓ વારંવાર તેની પાસે આવી જાય છે, ભાવ ઠરાવવાની વારંવાર માથાકૂટ કરે છે, અને અંતે જૂના સંબંધની, કોઈ વખત મદદ કર્યાની, અગર ભવિષ્યમાં થનાર લાભની દલીલને વશ