પૃષ્ઠ:Gramonnati.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બ જા ૨ : ૫૭
 


થઈ વ્યાપારીઓમાંથી એક વ્યાપારીની દલીલને તે વશ થાય છે, અને તેને પોતાનો બધો માલ આપી દે છે. તોળવાનાં ત્રાજવાં અગર કાંટા વ્યાપારી પાસે જ તૈયાર હોય છે, અને એ કાંટા, ત્રાજવાં તથા કાટલાં વ્યાપારીને જ મદદરૂપ થઈ પડે એવા પ્રકારે ગોઠવાએલાં હોય છે. એટલે મોટે ભાગે ખેડૂતે વધારે તોલ આપવો પડે છે. ઉપરાંત છેવટ રહેલા કપાસમાં કીટી છે, કચરો છે, જાતફેર છે એવાં એવાં બહાનાં વેચાણ લેનાર તરફથી રજૂ થાય છે, અને નહિ જેવા ભાવે પાછળ રહેલો માલ લઈ લેવાની યુક્તિઓ રચાય છે. તેમ ન થાય તે આખો સોદો રદ કરવાની પણ ખેડૂતને ધમકી અપાય છે. ખેડૂત બીજે જાય તો ત્યાં પણ તેની એની એ સ્થિતિ થવાની હોય છે, એટલે કંટાળીને પરવશતા અનુભવી રહેલો ખેડૂત છેવટનો માલ ઠરેલા ભાવ કરતાં પણ ઓછે ભાવે આપી દે છે, અને આમ વેચાણની વાત કરવાથી લૂંટાતો લૂંટાતો તે છેવટના માલની આપલેમાં પણ લૂંટાય છે.

હાટમાં માલ લેનાર તેનો જ લેણદાર હોય તો આ વેચાણમાંથી અર્ધો પોણો ભાગ પોતાના લેણા પેટે રાખી લે છે. એટલે પોતાની અઠવાડીક અગર માસિક જરૂરિયાત માટેની ચીજો ખરીદવા આવેલા ખેડૂતને નવું દેવું કરી માલ લઈ જવાનો હોય છે. અને જે ચીજોની તેને ખરીદી કરવી હોય છે તે ચીજોના ભાવ અને તોલમાં તે પાછો લૂંટાય છે, એ તો જુદું જ.

ઉપરાંત હાટની વ્યવસ્થા કરવા આવેલા નાના પોલીસ કે મુલકી નોકરો જમીન રોકાણ માટે ધમકી આપી, ગાડાં બળદ અવ્યવસ્થિત રીતે મૂકવા માટેની ધમકી આપી, અથવા ન બેસવું જોઈએ ત્યાં બેઠા બદલ ખેડૂતને ગભરાવી બાચકો રૂ, મૂઠી અનાજ, અગર થોડું થોડું શાક