પૃષ્ઠ:Gramonnati.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮ : ગ્રા મો ન્ન તિ
 


પાન વગર કિંમતે ઊંચકી લઈ ખેડૂતનો ભાર હળવો કરે એ તો જુદું જ.

લૂંટાતો ખેડૂત

આમ ખેડૂત ઘર આગળ માલ વેચે કે હાટ આગળ માલ વેચે, તો પણ તેનું અજ્ઞાન તેને પોતાના માલનો પૂરો ભાવ પામવા દેતું નથી. વ્યાપારીઓ છડેચોક પોતાના તોલને ઠરેલા તોલ કરતાં બશેર પાંચ શેર જેટલો પણ વધારી મૂકે છે. ચાળીસ શેરનો મણ એ ઠરેલી વાત છે તે છતાં ગ્રામવિભાગમાં અનેક સ્થળે જુદા જુદા પાક માટે બહેંતાળીસો, પીસ્તાળીસો, અગર અડતાળીસો તોલ હોવાનું આપણે સાંભળીએ છીએ. એનો અર્થ એટલો જ કે ખેડૂત વેપારીને ત્યાં માલ વેચવા જાય ત્યારે તેણે માલ આપતી વખતે ચાળીસ શેરનો મણ ગણવાને બદલે બેંતાળીસ, પીસ્તાળીસ, કે અડતાળીસ શેરનો જ મણ ગણવો જોઇએ. અનાજ, કપાસ, મગફળી, કઠોળ, બીયાં, કે ઘી એ બધી જ ખેડૂતોદ્વારા ઊપજતી વસ્તુઓ માટે આ પ્રમાણે થાય છે.


કારખાનાં અને
વેચાણ.

કપાસનું મોટું વાવેતર કરનારા ખેડૂતો પ્રત્યે અગર સાધારણ સારા પ્રમાણમાં મગફળી ઉપજાવનાર ખેડૂતો પ્રત્યે રૂ કે મગફળીના દલાલો તેમ જ રૂ લોઢનાર તથા મગફળીનું તેલ બનાવનાર કારખાનાના માલિકો કેવું વર્તન રાખે છે, એ જાણીતી વાત છે. નાના ખેડૂતોની સ્થિતિ જેવી હાટમાં થાય છે, તેવી સ્થિતિ મોટા ખેડૂતની કારખાનામાં થાય છે. તોલ અને ભાવના ઝગડા ઉપરાંત ધર્માદાના નામ હેઠળ પાછો વધારાનો માલ ખૂંચવી લેવાની કારખાનાદારોની તરકીબ માલ પેદા કરનારને ખંખેરી લેવાનું એક નવું સાધન વેપારીને પૂરું પાડે છે. ખેડૂતોની સાથે થતી રકઝક, તેનું થતું