પૃષ્ઠ:Gramonnati.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહુકારી પદ્ધતિ : ૭૧
 


શાહુકારી પદ્ધતિની
ખામીઓ

એટલું તો ચોક્કસ કે શાહુકારી પ્રથાએ ગ્રામજીવનના આર્થિક વિભાગમાં બહુ ઉપયોગી ભાગ ભજવ્યો હોવા છતાં – તેણે ગ્રામજીવનને સમર્થ બનાવ્યું તો નથી જ. સઘળો દોષ શાહુકારી પદ્ધતિનો નથી. રાજકીય અને આંતરરાષ્ટ્રિય કારણો ગ્રામજીવનને નિર્બળ કરવામાં સહાયભૂત થયાં છે, એટલે ગ્રામજીવનને સુદૃઢ કરવા માટે શક્તિ જોઈએ તે શાહુકારી પદ્ધતિમાં રહી નથી એટલું તો આપણે તેનાં વખાણ કરવા છતાં પણ કબૂલ કરવું પડશે. શાહુકારી પદ્ધતિને લીધે :—

(૧) ખેડૂતોનાં અજ્ઞાનનો લાભ લેવાની વૃત્તિ જાગૃત થઈ છે;

(૨) ખેડૂતોને સ્વાભાવિક રીતે મળવાના ભાવ તેને મળતા નથી;

(૩) ખેડૂતો જમીન અને મિલકત વગરના થતા જાય છે;

(૪) જમીન સાથે જરા ય સંસર્ગ નહિ એવા પ્રકારના વ્યાપારી વર્ગના હાથમાં જમીનની માલકી આવી જાય છે, એટલે જમીન મેળવવાની શક્તિ ધરાવતા ખેડૂત મજૂર કે ગણોતિયો બની જઇ, જમીન ઉપર પૂરતી મહેનત કરતો નથી, જમીન ઉપર ભાવ રાખતો નથી, અને જમીન વધારે ફળદ્રુપ કરવાની સહજ પણ ઈંતેજારી સ્વાભાવિક રીતે દેખાડતો નથી. લેણદેણ, ઉઘરાણી, ચોપડા, અને વેચાણમાં પડેલા શાહુકારને કૃષિ સંબંધી ગતાગમ હોતી જ નથી, એટલે તેનાથી ડૉળ કરવા છતાં પણ જમીન સુધારવાનું બની શકતું નથી.

(૫) જમીન સુધારણામાં ખેડૂતની સાથે શાહુકારને પણ લાભ છે, એવી ભાવના ધનિક–શાહુકાર વર્ગમાં હજી જાગ્રત થઈ નથી. એટલે વ્યાપારી – લાભ – નફો મેળવવામાં કેળવાયલી – બુદ્ધિ