પૃષ્ઠ:Gramonnati.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







શાહુકારી પદ્ધતિ સુધારવાના પ્રયાસો.

શાહુકારી પદ્ધતિ શી રીતે સુધરે ?

શાહુકારી પદ્ધતિની
મુશ્કેલીઓ

ખેડૂતના અજ્ઞાનનો લાભ લેવાતો હોય તો તે દૂર કરવા પ્રયત્ન કરવો. શાહુકારના વ્યાજ વટાવનો બચાવ તેનાં સાહસ, જોખમ અને સેવામાં કદાચ થઈ શકે. શાહકાર જે ધીરાણ કરે છે તે બધું જ પાછું આવે એમ બધા પ્રસંગોમાં બનતું નથી. બહુ કાળજી રાખ્યા છતાં લેણું ડૂબે એ પણ સંભવિત છે.

ધાર્યા પ્રમાણે લેણું પાછું ન આવે એ પણ શાહુકારે સ્વીકારી લેવાનું હોય છે. દેણદારનો માલ ખપે નહિ, માલ પૂરો ઉપજે નહીં, ખપ્યા પછી ઉપજેલા પૈસા દેણદાર બીજે જ ભાગે ખર્ચે એ સંભવો ગ્રામજીવનમાં હોય છે જ. એટલે શાહુકારને વખતસર ન મળતી રકમ માટેની તૈયારી પણ રાખવી પડે છે.

એટલે તો વ્યાજ, વટાવ, કોથળી છોડામણી, પાઘડી, સુખડી જેવાં નામો આપી લ્હેણાની રકમને પોતાના લાભમાં તે હળવી કરે છે, અને ગરજાળુ દેણદાર પૈસાની જરૂરમાં એ માગણીઓ સ્વીકારી લે છે. સો રૂપિયાની રકમ શાહુકાર ખેડૂતને કાઢી આપે એટલે છથી બાર ટકા જેટલું વ્યાજ પૈસાના ભાડા તરીકે લેવાય. બે રૂપિયા