પૃષ્ઠ:Gramonnati.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪ : ગ્રા મો ન્ન તિ
 


કોથળી છોડામણી હોય, બે રૂપિયા વટાવ હોય, એકાદ રૂપિયો પાઘડી ખાતે પણ આપવો પડે. સો રૂપિયામાંથી પંચાણુ – અરે એથી યે એાછા – ખેડૂતના હાથમાં જાય, અને તે સોની જવાબદારી ઉપરાંત પૂરી રકમના ભાડા–વ્યાજનું ભારણ પણ ભોગવે !

શાહુકારને હિસાબ લખવો પડે, ઉઘરાણી કરવી પડે, કાયદાનો ખર્ચાળ અને હેરાન કરી નાખતો આશ્રય લેવો પડે, ધીરાણ સહેલાઇથી વસુલ થાય એવી સરળતા કાયદો તેને આપતો નથી, હપતા પડે તે ચલાવી લેવું પડે, અને પ્રસંગે નાદારીમાં જતા ખેડૂતનું લેણું કે લેણાનો ભાગ જતો પણ કરવો પડે. એનો એ બદલો માગે એ સમજાય એવું છે, એની સલામતી માટે એ સખ્ત થાય એ પણ વાસ્તવિક છે, અને સંભવિત ખાધ પૂરવા માટે એ એક અગર બીજા રૂપમાં લેણાં નિર્ભય કરે એ પણ વાજબી છે. વ્યાજ તો બૅન્કો – શરાફી પેઢીઓ પણ લે છે. તેણે નિર્ભય કરવામાં લેવાતી રકમ વીમાના સ્વરૂપની ગણી શકાય.

અને શાહુકાર ધનને ફરતું કરી ગ્રામજનતાની એક પ્રકારે સેવા કરે છે એમાં પણ શક નહિ. અડધી રાતે પૈસો જોઈતો હોય તે બૅન્ક ન આપે, શાહુકાર આપે. બેન્ક વ્યાપારી યંત્ર છે; એને અંગત લાગણી નથી. શાહુકાર આખરે તો માણસ છે જ. એ દેણદાર પ્રત્યે ઘાતકી બની શકે છે, પરંતુ યંત્રના સરખું આંધળું એકમાર્ગી વર્તન તે કરતો નથી.

એ પદ્ધતિનો અનર્થ

શાહુકારી પદ્ધતિના લાભ છતાં તે અનર્થકારક થઇ પડી એનાં કેટલાંક કારણો છે. ગામને – ગ્રામવિભાગને – સર્વ વાતે સ્વતંત્ર રાખતી જૂની અર્થ વ્યવસ્થા તૂટવા માંડી. અનાજ પોષણ માટે નહિ પણ પૈસા માટે ઉપજાવવાનું શરૂ થયું. વસ્તુ સાટે વસ્તુ આપવાની