પૃષ્ઠ:Gramonnati.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬ : ગ્રા મો ન્ન તિ
 


સટોરીયાઓથી આપણાં બજારો ઉભરાઈ ગયાં. બજારો જુગારના અખાડા બની જાય એમાં શું આશ્ચર્ય ?

હિંદની પરતંત્રતા
અને વ્યાપાર

સ્વતંત્ર દેશ કે પ્રજા હોય તો માલના અવરજવર ઉપર જરુર લાગ્યે અંકુશ મૂકે અથવા જરુર ન લાગે તો માલની અવરજવર નિરંકુશ પણ બનાવે. હિંદ ક્યાં સ્વતંત્ર છે કે તે પોતાના માલનું, માલની અવરજવરનું એવું નિયમન કરે કે જેથી ખેડૂતને–મિલકત પેદા કરનારને લાભ થાય ?

એટલે હિંદનો પૈસો ચલિત બન્યો. શાહુકારો સ્વાર્થી દલાલ બની ગયા, અને ગ્રામજીવનની જરૂરનો પ્રશ્ન પડદા પાછળ રહી ગયો. ગ્રામજીવનમાં વપરાતું ધન અને બુદ્ધિ કારખાનાં તથા સટ્ટા બજારોમાં વહ્યાં ગયાં, અને સુખમય જીવનને બદલે ધનિક જીવન સહુનો આદર્શ બનવા લાગ્યું. શાહુકારે શરાફ-મહાજન તરીકે જીવવાને બદલે લખપતિ શેઠ બનવાની ક્રિયામાં પડ્યા, અને એનું પરિણામ ગ્રામજીવનમાં એ આવ્યું કે ઘટતા બદલાને બદલે વટાવ, વ્યાજ, હિસાબ અને આપલેમાં જુઠ્ઠાણું શરૂ થયું, ગ્રાહકો અને દેણદારોને જીવતા રાખવાની વૃત્તિ ઘટી ગઈ અને તેમની મિલકતો કેમ કરી પોતાને કબજે આવી જાય એની યુક્તિમાં જ આ વર્ગ પોતાની બુદ્ધિ રોકતો થઈ ગયો.


નિરુપયોગી બનતી
પદ્ધતિ

જે પદ્ધતિ જનતાના મોટા ભાગનું કલ્યાણ ન સાધે એ નિરુપયોગી નીવડે છે. જે પદ્ધતિ નિરુપયોગી નીવડે તે પદ્ધતિ કાં તો આપોઆપ ખરી પડે અગર તેને ખેરવી નાખનારાં બળ ઉત્પન્ન થઈ તેની સામે વિગ્રહમાં જોડાય. જે શાહુકારી પદ્ધતિ ખરા કૃષિકારોની જમીન ખુંચવી લે એ પદ્ધતિ કોને ઉપયોગી નીવડે ?