પૃષ્ઠ:Gramonnati.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહુકારી પદ્ધતિ સુધારવાના પ્રયાસો : ૮૧
 



ઈલાજોની જરુરિયાત

આ બધા પ્રયત્નો ગ્રામજનતાની સ્થિતિ ઉન્નત કરવા માટે જાણે અજાણે ઉપયોગમાં લેવાય છે. એ જરૂરી છે. એ બધાનો ઉપયોગ થવા છતાં ગ્રામજનતાની ઉન્નતિ થતી નથી એ દલીલ એ બધા ઇલાજોની વિરુદ્ધ વાપરવાની જરૂર નથી. એનો અર્થ એટલો જ કે એ ઇલાજો કાં તો ખરા હૃદયથી લેવાતા નથી, તેમના અમલમાં કાંઈ ખામી છે, અથવા પ્રજાનું પછાતપણું એ ઈલાજોને સફળ બનાવતાં અમુક અંશે અટકાવે છે. છતાં આર્થિક ઘટનાને વ્યવસ્થિત અને લાભપ્રદ બનાવવી હોય તો આ બધા માર્ગ લીધા સિવાય છૂટકો નથી. બીજા માર્ગ દેખાતા નથી – સિવાય કે દેવું બિલકુલ નકારવામાં આવે અને ગ્રામજીવનમાં શહેરી નાદારીના કાયદાનો આશ્રય લેવામાં આવે.

શાહુકાર–શરાફ–શેઠ એ શબ્દોનો સાથે આબરુ, એકવચનીપણું, સચ્ચાઈ, દયા અને ઉદારતાનો ભાવ રહેલો હતો. શાહુકારનો બોલ એટલે બ્રહ્માનું વાક્ય. પરંતુ એ ભાવ ટળી ગયો અને શાહુકાર કે શેઠ શબ્દની સાથે કપટી જાદુગર અથવા છૂપા લૂંટારા જેવો અર્થ દાખલ થવા માંડ્યો એ જ બતાવી આપે છે કે શાહુકારી ધીરધારની પદ્ધતિ અનેક પ્રકારની સફાઈ અને સુધારા માગે છે–જો તેને ટકાવવી હોય તો. ધનની માલિકી ન હોય. ધનની દલાલી ન હોય. ધનના જુગાર ન હોય. ધન તો સમાજે સાચવવા સોંપેલી સહુની મિલકત ગણાવી જોઈએ. ધનના રક્ષક, પાલક કે વ્યવસ્થાપકથી તેને પોતાની મિલકત ન જ બનાવાય. વાલી માલિક બનવા મથે ત્યારે તેને અટકાવવા ઈલાજો લેવા જ જોઈએ. સૌમ્ય સુધારાથી સ્વચ્છતા ન આવે તો ક્રાન્તિદ્વારા બધી બાજી પલટાઈ જવાની જ. ખેડૂત નાદાર બને–ખરી મિલકતનો પેદા કરનારો શ્રમજીવી નાદાર બને તો પ્રચારમાં આવતું ધન એ ખરું ધન નથી જ. એ ધનનો ભ્રમ છે. ઉત્પાદનની