પૃષ્ઠ:Gramonnati.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨ : ગ્રા મો ન્ન તિ
 


સાથે સંબંધરહિત બની ગયેલું ધન એ કાગળના ટુકડા છે. એ જોતજોતામાં એકી ફૂંકે ઊડી જાય એમ છે.

ઇલાજોનું વર્ગીકરણ

શાહુકારી પદ્ધતિને ઉપયોગી બનાવવા માટે નીચે પ્રમાણે યોજનાઓ થઈ શકે એવી છે. શાહુકારી પદ્ધતિને જ નિર્મૂળ કરવાનો પણ એક માર્ગ સૂચવાય છે. પરંતુ એ પરિસ્થિતિ માટે આખી સમાજવ્યવસ્થા, રાજ્ય, મિલકતના સિદ્ધાંત એ બધામાં ક્રાન્તિ લાવવાની જરૂર રહેશે. એ પરિસ્થિતિ આવે ત્યાં સુધી ખેડૂત અગર તેમનો વિચાર કરનાર બેસી રહી શકે નહિ. એટલે શાહુકારી પદ્ધતિ સુધારવા માટે સામેના પૃષ્ઠ પર દર્શાવેલા માર્ગ લેવાની જરૂર છે.