પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
.... મુજ સ્વામી સાચા
૯૩
 


જાઉં તો મારો બધો વારસો તો તિલ્લુને જ મળે ને ?’

‘અરે એમ વારસો મેળવવો એ કાંઈ બચ્ચાંના ખેલ છે ?’

‘હું જાણું છું કે તમે બૅરિસ્ટર બુચાજી કનેથી બધી બાતમી મેળવી લીધી છે. મેં મારી મિલકતની શી વ્યવસ્થા કરી છે એ તમે મારા સૉલિસિટર પાસેથી જાણી લીધું છે. અને એટલે જ, અત્યારે તમે પ્રમોદનાં ઘડિયાં લગન કરાવીને આ બધી મિલકત પચાવી પાડવાના વેતમાં જ છો.’

‘તમે મારી બદનક્ષી કરો છો. હું તમારી ઉપર કેસ માંડીશ.’

સર ભગનને તો વહાણાના પહોરમાં સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ પડી. આમાંથી હવે શી રીતે માર્ગ કાઢવો એ વિચારવા એમણે સૂચન કર્યું:

‘શેઠ, તમે અત્યારે ઉશ્કેરાટમાં છો. જરા ચા પાણી પીને શાંત થાઓ.’

‘હું અત્યારે તમારી ચા પીવા નથી આવ્યો. ગોળ ખાવા આવ્યો છું. પ્રમોદના વિવાહ કરીને ગળ્યું મોઢું કરાવો.’

‘એય થશે. ઘીના ઠામમાં ઘી પડી રહેશે. જરા શાંતિ રાખશો તો બધાય સારાં વાનાં થશે.’

સર ભગને માંડ કરીને અતિથિઓને દીવાનખંડમાં બેસાડ્યા. તેઓ જોઈ શક્યા કે પ્રકાશશેઠ અત્યારે અસ્વસ્થ અને ઉશ્કેરાયેલા હતા. છેલ્લે છેલ્લે એમણે શેરસટ્ટામાં જબરી ખોટ ખાધી ત્યારથી તેઓ આ જ ઉશ્કેરાટ અનુભવતા હતા. તેથી જ, સટ્ટામાં નુકસાની જતાં હાર્યો જુગારી બમણું રમે એને બદલે તેઓ બમણાને બદલે ચચ્ચાર ગણું ૨મી નાખતા હતા. બજારભાવ તૂટતા હોવા છતાં તેઓ મોટી વેચવાલી કરી નાખતા, અને તેજી હોય ત્યારે લેવાલી કરતા. એ હાર્યો જુગારી ઉશ્કેરાઈને બમણું નહિ પણ ખોટું રમી નાખતો હતો. એ આંધળુકિયાં કરવામાં જ એમણે આવી ભયંકર આર્થિક હોનારત નોતરી હતી. અને હવે, એમાંથી ઊગરવા માટે