પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આશરો આપો
૧૦૭
 


‘પણ મારી તો રિટાયર થવા વખતની કૉફી પણ બાકી છે.’

‘કેમ ?’

‘હું કાલ રાતનો રિટાયર થયો જ નથી. સમી સાંજના પૈડાં ઉપર જ આંટા મારું છું. હરામ છે જરાય ઊંઘ કરી હોય તો.’

‘હવે અહીં રાવટીમાં નિરાંતે ઊંઘ ખેંચજો.’

‘પણ એ રાવટીઓમાં તમારા બાવા બ્રાહ્મણો કોઈ મને ઓળખી કાઢશે તો ?’

‘એ લોકો ક્યાં તમારા શેરહોલ્ડરો છે ?’

‘અરે, પણ આજકાલ તો બાવાઓના પણ મોટા બૅંક-ઍકાઉન્ટ નીકળી આવે છે. છાપાંમાં નથી વાંચતા ?’

‘પણ એમાં તમારે ગભરાવાની જરૂર નથી.’

‘પણ ન કરે નારાયણ, ને કોઈક મને ઓળખી પાડે ને, પોલીસને ખબર આપે તો ?’

‘તો તમે વેશપલટો કરી નાખો.’

‘કેવી રીતે ?’

‘તમે પણ એ બાવાઓ ને બ્રાહ્મણો જેવી દાઢી પહેરી લો.’

‘એવું તે કરાય ?’

‘એમાં શું ? જાન બચાવવા ગમે તે કરવું પડે.’

‘પણ હું પ્રકાશશેઠ, ઉદ્યોગોનો બેતાજ બાદશાહ ઊઠીને બાવાનો વેશ પહેરું ?’

‘આમેય બાવા બન્યા જ છો, તો એનો વેશ પહેરવામાં શો વાંધો ?’ સર ભગને સમજાવ્યું : ‘ટોપી પહેરવામાં ત્રણ ગુણ : નહિ વેરો, નહિ વેઠ, બાવો બાવો સહુ કરે ને સુખે ભરે પેટ.’

‘પણ હું કોણ ? પ્રકાશજૂથનો રાજા.’

‘એ બધું હવે ભૂલી જાઓ. ને પગમાં ઝાંઝરિયાં ન પહેરવાં હોય તો ઝટપટ દાઢી પહેરી લો. તમે થઈ જાઓ ગુરુ ને પ્રમોદકુમાર