પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘તમે હજી મારી યોજનાનો આશય સમજતાં નથી, લેડી જકલ. એ બુઢિયો બુચાજી હોસ્પિટલમાંથી બીજે ક્યાંય જાય એ કરતાં અહીં જ પડ્યો રહે એમાં આપણી આબરૂ વધારે સચવાશે.’

‘કોને ખબર છે, આ અષ્ટગ્રહીમાં આપણી આબરૂનું શું થશે.’

સર ભગને સમજાવ્યું :

‘મને તો લાગે છે કે બુચાજી અહીં રહેશે અને તિલ્લુને જોશે તો કદાચ એનું ગાંડપણ ચાલ્યું પણ જશે.’

‘નહિ પપ્પા, આપની ભૂલ થાય છે.’ તિલ્લુ બોલી.

‘કેમ ?’

‘મને જોવાથી બુચાજીનું ગાંડપણ ઘટશે નહિ પણ વધશે.’

‘શા ઉપરથી કહે છે ?’

‘મારા અનુભવો ઉપરથી.’

‘કેવી રીતે ?’

‘તે દિવસે પણ મને જોઈને જ એના મગજની કમાન છટકેલી.’

‘ખરેખર ?’

‘હા તમે એને દીવાનખાનામાં બેસાડવાને બદલે બહાર લોંજમાં બાંકડા પર બેસાડી રાખેલો ને ?’

‘હા.’

‘ત્યારે એની નજર મારા રૂમની બાલ્કની ઉપર જ હતી.’

‘માળો આ બુચાજી તો બડો ખેપાની નીકળ્યો.’

‘તે હું બાલ્કનીમાં આવી કે તુરત એ મને જોઈને મૂર્છા ખાઈ ગયેલો.’

‘અર૨૨૨૨૨ !’

‘અ૨૨૨૨ શું કરો છો ?’ લેડી જકલે પતિને ટોક્યા, ‘મૂઓ એ મેલી નજરનો એ જ લાગનો હતો. હવે એને પાછો અહીં લાવશો ને ફરી તિલ્લુને જોશે તો ફરી મૂર્છા ખાશે ને