આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
ગ્રહાષ્ટક વત્તા એક
મંગાવું છું.’
અને તુરત સર ભગને હાક મારી : ‘સેવંતીલાલ !’
‘જી.’
‘આ રાતને અંધારે આંધળે બહેરું કુટાઈ ગયું.’
‘શું થયું સાહેબ ?’
‘જેની આપણે ટાઢે પાણીએ ખસ કાઢવાની હતી એ જોડી તો હજી નિરાંતે બેસી રહી છે, ને બદલામાં બે બ્રહ્મપુત્રોને ઇન્સ્પેક્ટર ગોગટે પકડી ગયા છે.’
‘પણ આ ભૂલ શાથી ?’
‘દાઢી જોઈને જ… વારુ, પણ હવે જલદી જાઓ. ને લૉકઅપમાંથી એમને પાછા લઈ આવો.’
✽