પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તારો વર
૧૪૩
 

થઈ છે એ વૉરન્ટ જ જામીનલાયક નથી. પ્રકાશશેઠને અને પ્રમોદ કુમારને રિમાન્ડ ઉપર જ રાખવાનો હુકમ છે.’

‘રીઢા ગુનેગારોને તો રિમાન્ડ ઉપર જ રાખવા પડે ને ?’

‘હા જ તો, મોટાંની તો, એબ પણ મોટી જ હોય. કલંક પણ ચન્દ્રમાં જ હોય, ટમકુડાક તારામાં ક્યાંય કલંક દેખાયું છે ?’

જલાલપર–બાદલાવાળા જાનૈયાઓને સર ભગને માંડ કરીને શાંત પાડ્યા, ત્યાં આ બ્રહ્મપુત્રોનો બળવો એમને પજવી રહ્યો. એમને સમજાઈ ચૂક્યું કે ખરે જ, મારી માઠી ગ્રહદશા બેઠી છે. અષ્ટગ્રહ યુતિને દહાડે પણ આથી વધારે આફત તો બીજી કઈ આવવાની હતી ?

મારી નાઈટહૂડની લાગવગ વાપરીને પણ તમારા જ્યોતિષમાર્તંડોને હુ છોડાવી લાવીશ, એવી હૈયાધારણ તેઓ આપી રહ્યા, પણ બ્રાહ્મણોએ તો બ્રહ્મહઠ લીધી હતી.

‘અમારા આચાર્યનાં દર્શન કર્યા વિના અમારે અન્નનો દાણો અગરાજ.’

આવા આકરી પ્રતિજ્ઞા સાંભળીને સર ભગનને તો ચિંતામાં ચિંતા ઉમેરાઈ ગઈ. પોતે યજમાન હતા, અને બ્રહ્મપુત્રો અતિથિઓ હતા. એ અતિથિઓ ભૂખહડતાળ પર ઊતરે અને ન કરે નારાયણે ને એમાંથી એકાદ બે ઉપવાસીઓ ઊકલી જાય તો તો એ બ્રહ્મહત્યાનું પાપ તો મારે માથે જ ચડે ને ? અષ્ટગ્રહના પ્રકોપમાં આ અતિથિઓની આત્મહત્યાનો કોપ વળી ક્યાં ઉમેરવો ? આના કરતાં તો સાચા ગુનેગારોને સામે ચાલીને પોલીસ ચોકીમાં રજૂ કરી દઈને પેલા બે નિર્દોષ ગુરુશિષ્યને છોડાવી લાવવા એ સલાહભર્યું છે એમ સમજીને સર ભગન શહેરના પોલીસ કમિશનરને મળવા નીકળ્યા.

તિલોત્તમાને આજે નૃત્યની રિયાઝમાં રોજ કરતાં વધારે સમય લાગ્યો.

મોડે મોડે સુધી નૃત્યના તોડા સાંભળીને લેડી જકલને પણ