પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘અરે ! આવા અડબંગ ને અભણ માણસ જોડે તે કાંઈ લગ્ન કરાતાં હશે ? આપણે તો આ વિવાહની વાત જ વિસારે પાડી દીધી હતી. પણ આ લોકો તો એને ગામડેથી તારાં લગ્નની વાત સાંભળીને સામેથી જાન જોડીને આવી પહોંચ્યા છે.’

‘સામેથી જાન જોડીને આવ્યા છે ?’

‘હા… વણતેડ્યા ને વણનોતર્યા. એ તો પાછા જવાના ધોયેલા મૂળા જેવા જ.’

‘એટલે ?’

‘એટલે કે જેવા આવ્યા છે એવા જ પાછા જશે. પેલા છોકરાના દીદાર તો જુઓ ! મૂછોના કાતરા કાપવા જેટલીય એને ફુરસદ નથી !’

તિલ્લુ શી રીતે સમજાવે કે ખીમચંદના ઓઠ ઉપર શોભતા એ મુછોના કાતરા તો એની મર્દાનગીનું પ્રતીક બની રહ્યા છે ?

‘પણ એની જોડે મારો વિવાહ થઈ ગયો, એટલે તો એ મારા વર જ ગણાય ને ?’

‘અરે શાનો વર ને શાની વાત વળી ? આ તા ઘોડિયાં લગન જેવો બાળવિવાહ હતો.’

‘એ બાળવિવાહ હોય કે વૃદ્ધવિવાહ હોય; પણ વિવાહ તો ખરો જ ને ?’

‘અરે આ તો સુટકો કરવા સારુ વિવાહ કર્યો હતો. ગિરજા ગોરના કહેવાથી માથેથી એક ઘાત ઉતારવાનો જ આ ત્રાગડો હતો.’

‘મમ્મી ! મમ્મી !’ કહીને તિલ્લુ લેડી જકલને બાઝી પડી.

માતાને નવાઈ લાગી, પુત્રીએ આટલું ઝનૂની વહાલ તો જિંદગીભરમાં કદી બતાવ્યું નહોતુ.

‘મમ્મી !’ માતાને મડાગાંઠ જેવા મજબૂત આશ્લેષમાં લઈને તિલ્લુ વહાલ વરસાવી રહી. ‘હાઉ સ્વીટ ! હાઉ સ્વીટ !’

લેડી જકલ તો વધારે મૂંઝાયાં. કદી મીઠાં સંબોધન વડે પણ