પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રહાષ્ટક વત્તા એક
 

ગણીને ઊંચકી લીધો અને તિલોત્તમાને બોલાવવા અહીંથી તહીં અવાજો ગાજી રહ્યા :

‘તિલ્લુબહેન !...બહેન !... તિલ્લુબહેન !’

શ્રીભવન કાંઈ મામૂલી મકાન નહોતું, એ બંગલો પણ નહોતો. એ તો એક જમાનામાં ગોરા લાટસાહેબનું રહેણાક હતું. એ ગોરા હાકેમના રહેણાક ઘરના ક્ષેત્રફળ કરતાં અનેકગણો વિસ્તાર તો નોકરોનાં રહેણાકો રોકતાં હતાં. આયાઓથી માંડીને માળીઓ અને રસોઇયાઓથી માંડીને શૉફરો, ચોકિયાતો કૂતરાનાં રખેવાળો સુદ્ધાંનાં આઉટ હાઉસની એ ખાસ્સી લાંબી-પહેળી વસાહત હતી. ખુદ સર ભગનનું રહેણાક મકાન પણ એટલા તો એરડાઓની ભૂલ- ભુલામણી જેવું હતું કે એમાં એકબીજા ઓરડા વચ્ચે સંપર્ક સાધવા માટે ટેલિફોનનો ઉપયોગ કરવો પડતો.

તેથી જ આખા બંગલામાં તિલ્લુબહેનના નામનો પોકાર ગાજી રહ્યા છતાંય ક્યાંયથી બહેનનો પત્તો ન મળ્યો ત્યારે છેવટે ટેલિફેનના સ્વિચબોર્ડ ઉપરથી ઑપરેટરે ચાંપો દાબવા માંડી.

ઘડીભર તો આખીય વસાહત ઘાંઘી બની ગઈ. ટેલિફોનનાં દોરડાં ઝણઝણી ઊઠ્યાં. એ સાથે જ ચારેય બાજુ નોકરની દોડધામ મચી ગઈ. તિલ્લુબહેને તો ગામ ગાંડું કર્યું હોય એવો દેખાવ થઈ રહ્યો.

દરવાજેથી દરવાન ગુરુચરને તો સોઈ ઝાટકીને કહી દીધું કે તિલ્લુબહેન બંગલાની બહાર ગયાં જ નથી. તો પછી એમની ભાળ કેમ નથી મળતી ?

સર ભગનને ચિંતા થઈ પડી. પેલો નાચણિયો અલેલટપ્પુ તો મારી છોકરીને નહિ ઉઠાવી ગયો હોય ? લેડી જકલ પણ ગભરાઈ ગયાં. એ નર્તકરાજ તિલોત્તમાની પાછળ પડેલો ત્યારથી માતાએ કદી ધરાઈને ધાન નહોતું ખાધું કે આંખ ભરીને ઊંઘ નહોતી કરી. પેટમાં ફડકો રહ્યા જ કરતો હતો કે પેલો નાચણિયો કોક દિવસ