પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દુ:ખદ આશ્ચર્ય વચ્ચે
૧૭૭
 


‘પણ એ પહેલાં મને વળગેલા આ નવમા ગ્રહનો નિકાલ કરી નાખવા દો.’ કહીને સર ભગન પોતે જ ફોન કરવા ચાલ્યા.

‘ઓમ્ સ્વાહા |’
‘ઓમ્ સ્વાહા !’
‘ઓમ્ સ્વાહા !’

યજ્ઞની વેદી ઉપર મંત્રોચ્ચાર થઈ રહ્યા છે. એક જમાનામાં બ્રિટિશ સરકારનું નાઈટહૂડ પામેલા અને સૂટેડબૂટેડ રહેનારા સર ભગન સંજોગવશાત્ ઉત્તરીય–ઉપરણાભેર બાજઠ પર બેઠા છે અને ગિરજા ગોરની ‘સમર્પયામિ’ સૂચના સાથે યજ્ઞની વેદીમાં સમર્પણ કરી રહ્યા છે.

સેંકડો બ્રહ્મર્ષિઓના મંત્રોચ્ચાર વડે શ્રીભવનનું વાયુમંડળ આંદોલિત થઈ રહ્યું છે.

ગ્રહાષ્ટક યોગની અનિષ્ટ અસરો નિવારવા માટે સર ભગને આદરેલો સહસ્રમહાયંડી યજ્ઞ પૂરજોશમાં જામ્યો છે, પણ યજ્ઞકર્તાના દિલને કરાર નથી. એમના અંતરમાં અનેકવિધ ઉચાટ છે. સાપના ભારા સમી પુત્રી પરણવાને બદલે નાટકનુ પાત્ર બનવાની હઠ લઈ બેઠી છે. એ પુત્રીના હાથની ઉમેદવારી માટે એક નહિ, બે નહિ, ત્રણ નહિ, પણ ચચ્ચાર ઉમેદવાર શ્રીભવનને આંગણે અડ્ડો લગાવીને પડ્યા છે. જે માણસ તિલ્લુને ભોળવી જઈને પરાણે જમાઈ બની બેસે એવો સર ભગનને ભય હતો, અને જેનો ભય નિવારવા એમણે એકથી વધારે ઉપાધિ વહોરેલી એ નટરાજ કંદર્પકુમાર હવે છેલ્લી ઘડીએ અવિવાહિત જ રહેવાનો હઠાગ્રહ કરીને અને નૃત્યકલા સિવાય કોઈને નહિ વરવાનો નિર્ધાર કરીને શ્રીભવનમાં “ઇન્દ્રવિજય” નૃત્યનાટકની રિહર્સલો