પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
ગ્રહાષ્ટક વત્તા એક
 


અટકાવવા આંટા મારી રહ્યો હતેા. ‘મરી જઈશ, પણ એ નાટક ભજવવા નહિ જ દઉં,’ એવા એણે શપથ લીધા હતા, ‘કાર્તિકેયની ભૂમિકા મારા સિવાય જે કોઈ કરશે એનો જાન સલામત નહિ રહે,’ એવી ધમકી એ ઉચ્ચારી રહ્યા હતા.

પ્રકાશશેઠનો પુત્ર પ્રમોદકુમાર પણ તિલ્લુને પરણવાની લાલચે અહીં આવેલો, એ આખરે જાન સલામત રાખવા અને પોલીસના વૉરન્ટને હાથતાળી આપવા અહીં શ્રીભવનમાં જ ભરાઈ રહ્યો હતો. એમને મધરાતે પકડવા આવેલી પોલીસ પણ અંધારામાં પ્રકાશશેઠ અને પ્રમોદકુમારને બદલે એક દાઢીધારી જ્યાતિષાચાર્ય અને એમના શિષ્યને પકડી ગઈ હતી, અને હવે પ્રતિષ્ઠા ખાતર એ ભૂલ સુધારવાની અને એ નિર્દોષ બ્રહ્મર્ષિઓને મુક્ત કરવાની ના પાડતી હતી. યજ્ઞદેવી ઉપર બેઠેલા સર ભગન આ ધરાર ઘરજમાઈ અને ઘરસસરાની જોડલીને સંભારી રંજ સાથે રમૂજ પણ અનુભવતા.

તિલ્લુને જોઈને મગજની સમતુલા ગુમાવી બેઠેલ બૅરિસ્ટર બુચાજી આજકાલ તોફાને ચડવાથી એને માળીની ઓરડીમાં પૂરી રાખવો પડ્યો હતો. એને શ્રીભવનની બહાર જવા દેવામાં સર ભગનને પેાતાની પ્રતિષ્ઠાનું તેમ જ ચક્રમ બૅરિસ્ટરના જાનનું જોખમ જણાતું હતું.

જલાલપર–બાદલાથી આવેલા જાનૈયાઓએ પણ વરરાજાહઠ પકડી હતી : ‘લાવો અમારો વરરાજો.’ પણ વરરાજા ખીમચંદને તો કાર્તિકેય તરીકેની ભૂમિકાની ડ્રેસ રિહર્સલ કરાવવા તિલ્લુ આખા નાટકનો રસાલો લઈને કોઈક અજાણ્યા સ્થળે ચાલી ગઈ હોવાથી સર ભગનની ચિંતા બેવડી બની ગઈ હતી. આ દરમિયાન ‘લાવો અમારો ખીમચંદ’, ‘લાવો. અમારો વરરાજા’, આવી હઠ પકડીને એવું તો ધાંધલ મચાવ્યું કે સર ભગને એ ત્રાસમાંથી છૂટવા પોલીસ બોલાવી અને આ જાનૈયાઓને બંગલામાંથી બહાર કાઢવાની વિનંતી કરી, પણ જાનૈયા બીજા કોઈ ગામના નહિ પણ