પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
ગ્રહાષ્ટક વત્તા એક
 


એ માણસ ઉન્માદી અવસ્થામાં આમથી તેમ દોડતો હોય એમ લાગ્યું.

એક માણસે સર ભગનને ફરિયાદ કરી :

‘શેઠ, પેલો ‘ટિલ્લુ ! ટિલ્લુ !’ અવાજ સંભળાય છે ને, એ એક પારસી બાવાજી બૂમો પાડે છે.’

‘એ તો મગજમેટ છે.’

‘મગજમેટ કોણ જાણે, પણ એ મારકણો તો લાગે છે.’

‘કેમ, શા પરથી કહે છે ?’

‘આ અહીં દટ્ટણ સો પટ્ટણ જેવો દાટ વાળનાર એ ડોસો છે.’

‘એણે શું કર્યું ?’

‘એ હાથમાં લાંબો વાંસ લઈને માર્ગની વચ્ચે ઊભો છે ને અંધારામાં સામેથી આવનારના પગમાં એ વાંસની આંટી નાખીને ઉથલાવી પાડે છે. ખલાસ. એ ભોંયભેળાં થનાર માણસ પછી ફરી ઊભાં થઈ જ નથી શકતાં...એના ઉપર બીજા બધા કચડતાં-ગૂદતાં ચાલ્યા જાય છે, એ ડોસલાએ આવી તો કેટલીય લોથ ઢાળી નાખી.’

‘એ ડોસાની ડાગળી ચસકેલ છે.’

‘પણ એ ચસકેલ ડાગળીએ તો અહીં દાટ વાળી નાખ્યો.’

‘હું એને જેલમાં પુરાવીશ.’ સર ભગને તકિયા કલામ જેવું સૂત્ર ઉચ્ચારી નાખ્યું. આજે રાતે તેઓ જેને તેને જેલમાં પુરાવવાની જ ધમકી આપી રહ્યા હતા. જલાલપરના જાનૈયાઓને ગેરકાયદે ગૃહપ્રવેશના સબબસર જેલમાં નખાવ્યા પછી એમને આ ધમકી બહુ જીભે ચડી ગઈ હતી. ગિરજાશંકરને, ખીમચંદને, બુચાજીને સહુને તેઓ જેલમાં જ પુરાવવાની દાટી દેતા હતા.

સર ભગનને એક ભેદ નહોતો સમજાતો. બૅરિસ્ટર બુચાજીનું ભેજુંગેપ થઈ ગયું અને દવાખાનાની પરિચારિકાઓએ પણ એની સારવાર કરવાની ના પાડી ત્યારથી એને કૂતરાં-માસ્તર ખાનખાનાનના