‘મારી ધરપકડ ?’
આંખે આવી ગયેલાં અંધારાં ઓસર્યા પછી જ સર ભગન પોલીસ સાર્જન્ટને ખાખી ગણવેશમાં પૂરેપૂરો ઓળખી શક્યા અને વૉરન્ટમાંની વિગતો વાંચી શક્યા.
‘મારી ધરપકડ કરવા આવ્યા છો ?’
‘જી હા.’
‘તું ઓળખે છે, હું કોણ છું ?’
‘આપ જેવા મોટા ઉદ્યોગપતિને કોણ ન ઓળખે ?’
‘પણ તું મારા ઈલકાબને ઓળખે છે ખરો ?’
‘ઇલકાબ ?’
'નાઈટહૂડનો, બ્રિટિશ સરકારે મને સર બનાવેલો એ તું જાણે છે કે નહિ ?’
‘પણ હવે તો આ દેશમાં આપણી રાષ્ટ્રીય સરકાર રાજ કરે છે એ તમે જાણો છો કે નહિ ?’
‘તેથી શું થઈ ગયું ?’
‘આપણી સરકારે તમને પદ્મશ્રી બનાવ્યા છે ?’
‘પદ્મશ્રી એટલે શું વળી ? પદ્મશ્રી તો સિનેમાની નટીઓ પણ થઈ ગઈ.’
‘તો પછી તમને મહાવીરચક્ર જેવો કોઈ ખિતાબ મળ્યો છે ?’
‘મહાવીરચક્ર ? એ શાનો ઇલકાબ છે વળી ?’
‘શૌર્ય અને બહાદુરી બતાવવાનો.’
‘એવા ઇલકાબની મને પડી નથી.’ સર ભગન બોલ્યા, ’મને