લખાણ પર જાઓ

પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
ગ્રહાષ્ટક વત્તા એક
 

એમને રસ હતો. બિનજરૂરી ફિકર કરીને જીવ બાળવાનું એટલે કે વજન ઘટાડવાનું એમને જરાય પસંદ નહોતું.

⁠‘તિલ્લુને આ ડહાપણ જરા મોડું સૂઝ્યું હોવા છતાંય સમયસર સૂઝયું છે.’

⁠‘શા પરથી કહે છે ?’

⁠‘કેમ કે હજી બાજી હાથમાંથી ચાલી નથી ગઈ.’

⁠‘કોના હાથ માંથી ?’

⁠‘બુચાજીના.’

⁠‘બુચાજી? એ કોણ વળી ?’

⁠‘કેમ વળી ? બુચાજીને ન ઓળખ્યા ? આપણા સૉલિસિટર... બુચા, બુચા, બુચા, ઍન્ડ બુચા સૉલિસિટર્સના સિનિયર પાર્ટનર—’

⁠‘તે તમે મારી તિલ્લુને એ બબુચક બુચાજી જોડે અદરાવવા માગો છો ?’

⁠‘અરે રામ રામ રામ ! તમે તો ઓડનું ચોડ ને વિવાહનું વરસી જેવું આડું ને ઊભું વેતરી નાખો છો, લેડી જકલ.’

⁠‘પણ તમે જ કહ્યું કે, કે બુચાજીના હાથમાંથી હજી બાજી ચાલી નથી ગઈ, એ ઉપરથી હું શું સમજું, કહો જોઉં | તિલ્લુની જિંદગીની વાત ચાલતી હોય, ને બુચાજીનું તમે નામ લો, એટલે એનો અર્થ શું થાય એ તમે જ કહોની !’

⁠‘એ તો આપણી માલમિલકત સગેવગે કરવા માટે હજી બુચાજીના હાથમાં સમય બાકી છે, એમ કહેવા માગતો હતો.’

⁠‘તે આપની માલમિલકત કાંઈ રસ્તામાં રેઢી પડી છે કે એને સગેવગે કરવી પડે ?’

⁠‘સગેવગે કરવી એટલે સલામત કરવી.’

⁠‘પણ બિનસલામતી શી આવી પડી છે ?’

⁠‘આવી પડી તો નથી, પણ આવી રહી છે જરૂર. ઝડપભેર જોખમ આવી રહ્યું છે.’