પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે જ ઉગારનારાં
૧૭
 


આવી ગયાં. એકમાત્ર તિલોત્તમા આ જીવન અને મૃત્યુની વિચિત્ર વાતો સાંભળીને મનમાં રમૂજ અનુભવતી હતી.

પતિને મોઢેથી વારેવારે પુ નામના નર્કની અને તારણહારની અને મોક્ષની અને એવી એવી વાતો સાંભળીને લેડી જકલની નજર સામે તો વૈતરણી નદી, પુ નામનું નર્ક, એ નારકીય યાતનાઓમાં શેકાઈ રહેલા માનવીઓ, યમદૂત અને એમની વચ્ચે નર્કના સિતમો સહી રહેલા સર ભગનનાં ચિત્રો રમી રહ્યાં.

એ કલ્પનાચિત્રો જોઈને લેડી જકલ એવા તો ગભરાઈ ગયાં કે એમનાથી બોલ્યા વિના ન રહેવાયું :

‘અરે, પણ આ અષ્ટગ્રહી આવવાની જ હશે, ને તમારી ઉપર એની અસર થવાની જ હશે તો તે આ ગિરજો ગોર શી રીતે ટાળી આપવાનો હતો ?’

‘ગિરજો ગરીબ હશે, પણ એ બ્રહ્મદેવ છે, એ ભૂલશો નહિ, લેડી જકલ !’

‘મૂઓ એ લધરવધરિયો ને અરધો નાગડો ભામટો, એને તમે દેવ કહીને સાચા દેવનું અપમાન કરો છો.’

‘એનો દેખાવ નહિ, એનું દૈવત જુઓ. આજે તો મને આ અષ્ટગ્રહીમાંથી ઉગારનાર બે જ માણસો છે.’

‘એ ? બીજો કોણ વળી ?’

‘એક તો આપણે ગોર ગિરજો, ને બીજા બૅરિસ્ટર બુચાજી.’