પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
ગ્રહાષ્ટક વત્તા એક
 


બજારો બેસતાં જાય છે.’

‘વિમલ સરવર ફાટશે ?’ બોલતાં બોલતાં સર ભગનનો સાદ ફાટી ગયો. ‘વિમલ સરોવર ફાટે તો તો બધેય જળબંબાકાર થઈ જાય.’

‘એટલે જ લોકો માલમિલકત વેચી પરવારીને દૂરદૂર નાસવા માંડ્યા છે.’

‘અરે, પણ વિમલ સરોવર ફાટે તો તે બધે પાણીને બદલે મોત જ ફરી વળે.’

‘મૂવું આ દિવસ આખો મોતની ને મરવાની જ વાત શી માંડી બેઠા છો ?’ આખરે લેડી જકલથી ન રહેવાયું. એમનામાં આ પ્રૌઢ ઉમ્મરે પણ ઊછળતો જીવનરસ આવી મૃત્યુની વાત સાંભળીને બંડ પોકારી રહ્યો હતો.

‘સર ભગન, આજે આપનો ટૅનિસ રમવાનો ટાઈમ તમે આ અષ્ટગ્રહીની મોંકાણમાં વેડફી માર્યો.’ પત્ની ફરિયાદ કરી રહી.

‘લેડી જકલ, તમે તો આપણી તિલુ કરતાંય નાનકડી બાળકી જેવાં જ રહ્યાં. અત્યારે દુનિયા આખી જીવન ને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે ત્યારે તમને ટૅનિસ રમવાનું સૂઝે છે ?’

‘ટેનિસ ન સૂઝે તે બીજુ શું સૂઝે ? વિમલ સરોવર ફાટવાનું જ છે અને દુનિયા આખી ડૂબી જ જવાની હોય તો છેલવેલું ટૅનિસ તો રમાય એટલું રમી જ લઈએ ને ?’

‘સિલી !’

‘સિલી કહો કે બિલ્લી કહો, મને તો ટૅનિસ રમ્યા વિના ચેન નહિ પડે.’

‘તમે તે ઘરણટાણે જ ટૅનિસ રમવાનો સાપ કાઢ્યો !’

‘ત્યારે શું કરું ? એક તરફથી તમે જ કહો છો કે, લેડી જકલ તમે ઓવરવેઈટ છો, સોસાયટીમાં શોભતાં નથી, વજન ઘટાડો. એ ઉપરથી ડોક્ટરે મને સ્લિમિંંગ ડાયેટ ને ટૅનિસની ભલામણ