પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






પ.
પ્રલય પહેલાં ?
 

‘પ્રલય ! ...પ્રલય !’

અષ્ટગ્રહ યુતિની અસરો અંગે આગાહી કરતાં કરતાં ગિરજો ગોર વાક્યમાંના પૂર્ણ વિરામની પેઠે જ પ્રલય શબ્દનો ઉપયોગ કરતો હતો.

‘સર્વનાશ ! સર્વનાશ !’

વાક્યમાંના અર્ધવિરામ તરીકે એ સર્વનાશનો ઉચ્ચાર કરતો હતો.

‘સાત ગ્રહ ભેગા થયેલા ત્યારે કૌરવ–પાંડવનું યુદ્ધ થયું હતું. આ વખતે તો આઠેઆઠની યુતિ છે. મહાભારતને પણ ભુલાવે એવો સંહા૨ સ૨જાશે.’

ભગન પોતાના કુળગોરને શ્રીમુખેથી એક પછી એક વિગત સાંભળતા જતા હતા, અને અંગેઅંગમાં થરથરતા જતા હતા. જીવનની ક્ષણભંગુરતાનું આવું તીવ્ર ભાન એમને અગાઉ કદીય થયું નહોતું.

લેડી જકલ પોતાના જીવનનો એશ અને આનંદ ઉડાડી મૂકનારા પેલા દૂરદૂરના ગ્રહોને મનમાં ભાંડી રહ્યાં હતાં. મૂઓ એ બુધ ને મૂઓ એ શુક્ર...માંડ ઠરીને શાંતિથી રહેતાં હતાં એમાં એમણે આઠેયે ભેગા થઈને વિઘ્ન ઊભું કર્યું.

અષ્ટગ્રહની આગાહીથી આ દુનિયામાં વધુમાં વધુ દુઃખ લેડી જકલ ઉપર જ ઊતર્યું હોય એમ લાગતું હતું. એમાં મોટામાં મોટું દુઃખ તો હવે પૃથ્વીનો પ્રલય થઈ જાય તો પોતાને