પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રલય પહેલાં
૪૧
 


દેશ ઉપર એકચક્રે આર્થિક શાસન કરીને ચક્રવતી બનવાના એમને અભિલાષ હતા. એ અભિલાષ ફળું ફળું થઈ રહ્યા હતા ત્યાં જ આ ઘરણટાણે સાપ સમી અષ્ટગ્રહ યુતિ આવી પડી હતી.

‘શેઠ, હવે તો એક જ ઉપાય છે,’ ગિરજો કહેતો હતો.

‘શો ?’

‘અષ્ટગ્રહયુતિ સામે સહસ્ત્રચંડી શાંતિયજ્ઞ કરીએ.’

‘પણ એથી ઓછી મહેનત કાંઈ થાય એમ નથી !’

‘એમાં મહેનત શાની, શેઠ ? યજ્ઞમાં મંત્રો તો અમે બ્રાહ્મણ જ બોલવાના. તમારે તો માત્ર બેઠેબેઠે બલિ જ હોમવાનો.’

‘પણ એટલો બધો વખત હું ચિરૂટ પીધા વિના બેસી નહિ શકું.’

‘તે તમને ચિરૂટ પીવાની છૂટ આપીશું.’

‘અરે, ચંડીયજ્ઞમાં તે ચિરૂટ પિવાય ? માતાજી કોપે નહિ ?’

‘એનું પ્રાયશ્ચિત્ત હું કરી લઈશ, ને માતાજીનો કોપ શાન્ત પાડી દઈશ. પણ એક સહસ્ત્ર ઘડા ઘી હોમીને સહસ્ત્રચંડી યજ્ઞ કરો તો આઠેઆઠ ગ્રહો શાંત થઈ જાય, અને આપને મનવાંછિત એવો નવમો ગ્રહ પણ આવી મળે.’

‘કોણ?’ સર ભગને મરકમરક હોઠ હલાવતાં પૂછ્યું.

‘આપના મનમાં જેની વાંછના છે, એ જ મનવાંછિત...’

‘પ્રમોદરાય ?’

‘હવે સમજ્યા, મારા શેઠ !’ ગિરજો બોલી ઊઠ્યો.

પ્રમોદરાયનું નામ સાંભળીને તિલ્લુએ કાયદેસરનું મરકલડું વેર્યું અને પછી ઊભી થઈ પોતાના ઓરડા તરફ ચાલી ગઈ.

લેડી જકલ અને સર ભગન બેઉ પુત્રીની આ સૂચક વિદાયને અદકી સૂચક નજરે અવલોકી રહ્યાં. પ્રમોદરાયનો નામોચ્ચાર સાંભળીને લજ્જાશીલ ને સંસ્કારશીલ પુત્રી શરમાય છે તેથી એ ઊભી થઈને ચાલી ગઈ એવું અનુમાન તેઓ કરી રહ્યાં. હવે પ્રમોદરાય