પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તિલ્લુનાં તિલ્લાણાં
૫૩
 


બુચાજીને પહેલી જ વાર પોતાની પ્રૌઢ અવિવાહિત અવસ્થા પ્રત્યે અણગમો ઊપજ્યો. પોતાના મરહૂમ બાવાજી ષષ્ટીપૂર્તિની સાલમાં અદરાયા હતા એ વાત સાચી. એમને મુકાબલે પિસ્તાળીસ વર્ષના બુચાજી તો હજી બાલ્યવયના જ ગણાય. છતાં આજે એમને એકાએક થઈ આવ્યું કે મારી પણ જિંદગી પાણીમાં જ ગઈ છે. હાય રે, ડુંગરવાડી પર પહોંચવાનું થાય ત્યારે તે કાંઈ શાદી–નવજોત કરાતી હશે ?

આટલાં વર્ષ બુચાજીએ બ્રીફની પ્રાપ્તિ માટે જ પુરુષાર્થ કર્યો હતો; કોઈ અસીલની બ્રીફ મળે તો જ બે પાંદડે થઈ શકાય. એવી કપરી સ્થિતિમાં મહોરદાર મેળવવાનું એમને પરવડે એમ પણ નહોતું, પણ હવે તિલોત્તમાને નવી નજરે નિહાળ્યા પછી એમને લાગ્યું કે જિંદગીમાં બ્રીફને બદલે બૈરું મેળવ્યું હોત તો હું વધારે સુખી થયો હોત.

આ જ્ઞાન લાધ્યા પછી એ બેચેન જીવે શ્રીભવનમાં અવરજવર વધારી મૂકી હતી. સર ભગનને કામ હોય કે ન હોય, મુલાકાત માટે સમય હોય કે કસમય હોય, પણ બુચાજી આવીને બેઠા જ છે.

‘કેમ બુચાજી, કેમ આવવાનું થયું ?’ સર ભગન પૂછતા.

‘આ પેલા વાઉચરિયામાં વિટનેસ કોની નખાવશું એ પૂછવા આવ્યો છું.‘ આવું કશુંક બહાનું કાઢીને બૅરિસ્ટર ગુંદરિયાની જેમ સોફા પર ચીટકી રહેતા અને આંખો ચકળવકળ ફેરવીને તિલોત્તમાની તલાશ કરી રહેતા. એનાં ત્વરિત દર્શન ન થાય તો તેઓ કોઈક બહાનું કાઢીને આજુબાજુના ઓરડાઓમાં પણ ડોકિયું કરી આવતા.

ઘણું ખરું તો, બુચાજી શ્રીભવનમાં આવે ત્યારે તિલોત્તમા નૃત્યની રિયાઝ જ કરતી હોય, બૅરિસ્ટર ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય ત્યારે ઉપરની છતમાંથી તા ધિન... તા ધિન... અવાજો આવતા