પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
ગ્રહાષ્ટક વત્તા એક
 


રજા મળવાથી એમણે યજ્ઞમાં ફરજિયાત હાજરી આપવાની વ્યવસ્થા થઈ ચૂકી હતી. આવડા મોટા મનખામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનરને અરજી થઈ ચૂકી હતી. એમણે પોલીસનું ચોકિયાત–દળ અને સંખ્યાબંધ વાયરલેસ–વાન સહિતનું–વધારાનું કૂમકદળ પૂરું પાડવાનું વચન આપ્યું હતું.

સર ભગન આજકાલ બે મોરચા ઉપર ઝઝૂમતા હતા : અષ્ટગ્રહીની અનિષ્ટ અસર નિવારવાના યજ્ઞમોરચા ઉપર અને નવમા ગ્રહને–પ્રમોદકુમારને પ્રસ્થાપિત કરવા માટેના પુત્રીવિવાહના મોરચા ઉપર.