પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
ગ્રહાષ્ટક વત્તા એક
 


હોય કે હોળાષ્ટક હોય, પણ આ કામ ઢીલમાં નાખીશું તો જોખમ ઉભું થશે.’

લેડી જકલ બોલતાં હતાં ત્યાં જ સેવંતીલાલે આવીને કહ્યું :

‘શેઠ, બુચાજી બૅરિસ્ટર આવ્યા છે.’

‘એમને એક કીટલી ચા ને ચાર ટોસ્ટ આપીને વિદાય કરી દો. કહેજો કે શેઠ કામમાં છે.’

‘પણ એ તો કહે છે કે હું શેઠજીને નહિ પણ તિલ્લુબહેનને જ મળવા આવ્યો છું.’