પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘શાથી પણ ?’

‘દઈ જાણે, શેઠ.’

‘સેવંતીલાલ, બુચાની સારવારની સગવડ કરો. જરૂર પડે તો ડૉક્ટરને બોલાવો, નહિતર બુચાજીને જ ડૉક્ટર પાસે લઈ જાઓ.

મોડી રાતે પણ સર ભગનના જીવને જંપ નહોતો. લેડી જકલ એમને એક જ આગ્રહ કરી રહ્યાં હતાં.

‘પ્રકાશશેઠને મળીને પ્રમોદરાયનાં લગનની તિથિ પાકી કરાવી નાખો તો જ હા, નહિતર ના.’

સ્ત્રીહઠ સમક્ષ લાચાર બનીને સર ભગને બૂમ પાડી :

‘સેવંતીલાલ ?’

જવાબ મળ્યો કે સેવંતીલાલ તો હજી હૉસ્પિટલમાં બુચાજીની સારવારમાં જ છે.

વધારે લાચાર બનીને, પ્રકાશશેઠને ટેલિફોન જોડવા જેવું કામ સર ભગનને જાતે જ કરવું પડ્યું.

પણ કરમની કઠણાઈ તો જુઓ | સર ભગન જેવા ભગન જાતે ટેલિફોન જોડે ને સામેથી કોઈ ઉપાડે જ નહિ.

ડાયલ મચડમચડ કર્યા પછી આખરે એક વાર ફોન જોડાયો અને સામેથી એ ઊંચકાયો પણ ખરો, ત્યારે કોઈએ સીધોસરખો જવાબ જ ન આપ્યો.

એમ બને ખરું કદી ?

પ્રકાશશેઠના બંગલામાં તો ઓરડે ઓરડે એક્સ્ટેન્શન, અને શૌચગૃહના કોમોડ ઉપર પણ ટેલિફોનનો પ્લગ. પ્રકાશશેઠ માટે તો કહેવાતું કે તેઓ તો જાજરૂમાં બેઠેબેઠે પણ ટેલિફોન ઉપર લાખ સ્થાપે ને સવા લાખ ઉથાપે. એમને તો ઉદ્યોગ ઉપરાંત શૅરસટ્ટામાં પણ સો બહોળાં કામકાજ, તેથી એમને ફોન મળવામાં એક મિનિટનું પણ મોડું થાય તો હજારોની હારજીત થઈ જાય. પણ આજે