લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

શેરીનાટકની આ સમીક્ષા છે. થોડાંક દૃશ્યો બોલકાં બની ગયાં છે, પ્રચારગંધી : તો કેટલીક પંક્તિઓ ગદ્યાળુ લાગે છે. નાટક વિશેની પ્રયોગ સમીક્ષા પણ નોંધપાત્ર છે. કૂંપળ ફૂટ્યાની વાતમાં કહે છે કે 'એકેએક અંકનાં દૃશ્યો અને કર્ટન ડ્રોપ, દૃશ્યો સુપર્બ રહ્યાં... આવો નાજુક વિષય, બાળક કેવી રીતે થાય ? તેની માવજત આ રીતે રુચિભંગનો અણસારે ન આવે તે રીતે જુનિયર ટીમે ભજવી બતાવ્યો. નાટકની પકડ, એ જકડ એવી ઠોસ રહી કે તેની ઝીણી નાની ખામીઓ ય ઉલ્લેખવાનું મન થતું નથી'. સરોજ પાઠક 'ખેલૈયા' નાટકનો આસ્વાદ કરાવતાં કરાવતાં જ તેની મંચલિપિ વિશે, તેના સંનિવેશ, વેશભૂષા, લેવલ, સ્ટેપ, સીડી આદિની વિગતે વાત કરે છે. મારે અહીં માત્ર નાટકના વિષયવસ્તુની whatની વાત નથી કરવી પણ How કેવી ટેકનિકથી રજૂ કર્યું એ નાટકનાં અગત્યનાં અન્ય પાસાંઓની વાત કરવી છે. ૨૭ સંનિવેશ અને અન્ય કરામતોની ચર્ચા તેમણે 'ઓળખાણ' નાટકની સમીક્ષા દ્વારા કરી છે. 'અહીં પડદો ઊઘડતાં જ 'ઓળખાણ'નો સંનિવેશ જુઓ. શ્રી નિવાસ સોસાયટી મુંબઈનો પોશ એરિયા તેમાં દસ ફ્લેટ છે. રંગમંચ પર પાંચેક પ્લેટ કેવી કરામતથી દેખાડ્યા છે ! બહારથી એક સ્કેચ જેટલી જ જગ્યામાં ગાર્ડન, પેસેજ, બે ફ્લેટ વચ્ચે એક બારણું, એક ફ્લેટ ઉપરની બાલ્કની, પડોશનો ફ્લેટ – ઓટલા, વાડી સહિત રસોડું, પડોશીઓની આવનજાવનથી અન્ય પાંચ બંગલાના માલિકો બાલ્કનીમાંથી અન્યત્ર જોઈ શકાય, વાત કરી શકાય તેવાં સમાંતર દૃશ્યો વિષયને, પ્રસંગને અનુરૂપ સમુચિત સંગીત, પ્રકાશઆયોજન, ફોન, સ્લાઈડ આવવી, અસમાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમ'નું ઈન્વેસ્ટીગેશન લાઇટ વેઇનમાં ધીમે ધીમે રહસ્યગૂંચ ઉકેલે, સાથે અન્ય પાત્રો – પ્રસંગો દ્વારા સંનિવેશની મહત્ત્વની ટેક્‌નિકથી પાંચ નંબરના ફ્લેટમાં જ ભેગા થઈ શકે... ૨૮

નાટકમાં સંનિવેશ, પ્રકાશ, ધ્વનિ, સંગીત, બેક સ્ટેજ આદિની આવશ્યકતા તેમણે જોઈ છે. આહાર્યને ગૌણ માનનારા વિવેચકો છે પણ સરોજ પાઠક એ આહાર્યને અગત્યનું માને છે. 'આપણે પ્રેક્ષાગારમાં બેઠા હોઈએ, પડદો ઊઘડે, નેપથ્યમાં સંગીત કે ગીત ઊપડે, એ આપણને નાટક માટે અભિમુખ કરે, નાટકના મિજાજ માટે વાતાવરણ તૈયાર કરે, વચ્ચે વચ્ચે પણ સંગીત અગત્યના ભાવને રચી આપવા આવે છે. પ્રેક્ષાગારમાં અંધારું. પડદો ઊઘડે ને સન્નિવેશ નજરે પડે. સ્થળ કાં દીવાનખાનું રાજમહેલ, જંગલ, હૉસ્પિટલ, કોર્ટ કોઈ ને કોઈ લોકેશન, પ્રકાશ આયોજનથી આપણને તલ્લીન બનાવવામાં આવે છે. ૨૯ સરોજ પાઠક નાટ્યકલાને સમૂહની કળા તો માને જ છે પરંતુ તેઓ એમ પણ માને છે કે સંનિવેશ, પ્રકાશ, સંગીત એ નાટકનાં અંતર્ગત તત્ત્વો બની ગયાં છે. જેણે સંનિવેશની કલ્પના કરી