પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

થશે.' શર્વિલક અને જસમા... એ બંને પુસ્તકોનો આશય એ માત્ર વિવેચન નથી. પરંતુ આ પ્રકારનો અભિગમ અને અભ્યાસ આ પૂર્વે નથી થયો માટે આ બંને પુસ્તકોનું મહત્ત્વ છે. રૂપિત, અભિનિત, રૂપક્તિમાં તેમના નાટ્યવિષયક લેખો, સંશોધનો પ્રગટ થયા છે. રૂપિત અને અભિનીતમાં નાટકના અભ્યાસને લગતા લેખો સંગૃહીત થયા છે. શાસ્ત્રીય દૃષ્ટિએ તેમ સાહિત્યના અને નાટકની તાલીમ લેતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે એ રૂપમાં લખવાની પદ્ધતિ રાખી છે.' ૩૯

રૂપિતમાં વિવેચન લેખો સંગૃહીત થયા છે. આ લેખોમાં જ તેમનું નાટ્યચિંતન વ્યક્ત થયું છે. કૃષ્ણકાંત કડકિયા નાટકને દૃશ્યવસ્તુ માને છે. 'નાટકની કલા ઉત્તમ કોટિની કવિતાનો અભ્યાસ' છે એમ પણ તેઓ માને છે. 'રૂપિત'માં નાટકના કાવ્ય અને દૃશ્ય બંને તરફના પ્રશ્નોને સ્પષ્ટ કરવાનું વલણ છે. તેમના મતે સંવાદ અને સંવેદના જેટલું જ મહત્ત્વ સમૂહનો, ચિત્રદૃશ્ય આદિ નાટ્યમાધ્યમનું છે. એકલી કલ્પનાશક્તિથી નાટક સિદ્ધ થતું નથી. નાટ્યકૃતિ અને રંગભૂમિના સંબંધની ભૂમિકા બાંધી આપતાં તેમણે કહ્યું છે કે કોઈ પણ પ્રેક્ષકગૃહ ગમે તેટલું અધિકારવાળું હોય તો પણ લેખકનાં સાધનોની મૂળભૂત ગતિથી વિરુદ્ધ કશું વિચારી શકે નહીં. કશુંક ગર્ભિત કે અંતઃકરણના વ્યાપાર સુધી જ સીમિત રાખવાને બદલે એ નાટ્યકાર્ય દ્વારા શક્ય એટલું દૃશ્ય થઈ શકે એ તક લેખકે પૂરી પાડી આપવી જોઈએ.' ૪૦કૃષ્ણકાન્ત કડકિયા નાટકને માત્ર સાહિત્યિક કે માત્ર 'નાટ્ય'ની દૃષ્ટિએ જ જોતા જ નથી. એ નાટ્યકાર, નટ, દિગ્દર્શક અને રંગભૂમિના અન્ય કસબીઓ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરી આપે છે. અહીં ૧૪ નાટકો વિષેના લેખોમાંથી તેમની નાટ્ય વિભાવના ડોકિયું કરે છે. બૂમ, મેનાગુર્જરી, સોયનું નાકું, અજેય ગૌરીશિખર, સરનામા વગરનું મોત, સેતુ, હું ચોરસ ઈંડાં ને ગોળ કબરો, વૃદ્ધની આંખમાં આકાશ, જૂના જોડા, મહાભિનિષ્ક્રમણ, ઝેરવું, પ્રકાશધર્મી નાટિકાઓ, અભિનય પંથે, મનનાં ભૂત: એટલી કૃતિઓ વિશે પ્રયોગશિલ્પની દૃષ્ટિએ ચર્ચા કરી છે. 'અભિનય પંથે નટની આત્મકથા છે. તો મહાભિનિષ્ક્રમણની ચર્ચામાં નવલકથા અને નાટક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. કૃષ્ણકાન્ત કડકિયા નાટકની ચર્ચા પશ્ચિમ અને પૂર્વના વિચારોને સાથે રાખીને કરે છે, તેમણે ચિત્ર ફ્રેમને 'દર્શન'ને નજર સમક્ષ રાખી પ્રયોગશિલ્પની વાત કરી છે. જે આધુનિક નાટકો કે શેરી નાટકોના મૂલ્યાંકનના પ્રશ્નો ઊભા કરે છે. નાટકના હેતુ – પ્રયોજન વિશે તેમનું માનવું છે કે પ્રેક્ષકોને આનંદની અનુભૂતિ કરાવે તે જ નાટકનો હેતુ હોઈ શકે, 'સરનામા વગરનું મોત' એ નાટક વિશે વાત કરે છે ત્યારે કલાના કાંઠા સાચવીને લેખક મનોવૈજ્ઞાનિક હેતું પ્રવર્તાવે તો કોઈને કશો વાંધો ન હોઈ શકે, એટલે કે વાચિક અભિનયની પ્રક્રિયા પછીની મહત્ત્વની પ્રક્રિયા પણ 'ચિત્રદૃશ્ય' અભિનયની જ છે, તે હિપ્નોટિઝમના પ્રયોગો જેવી બની