લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૧૧
 

તો આ પ્રકારનું ઇચ્છે છે પણ એની સામે નિમ્ન પ્રકારની વૃત્તિને ઉશ્કેરી મબલખ કમાણી કરનારાઓય એટલા જ જવાબદાર છે. 'નાટ્યનિર્માતાઓ મબલખ કમાણી કરવા પ્રેક્ષકોની રુચિને સંતોષે તેવા અનેકળાકીય નાટકો આપવાનું જ પસંદ કરે છે. આ ષડ્‌યંત્રમાં સામેલ થવા આપણે ત્યાં લહિયાઓની ખોટ નથી.૪૫ મંચનલિપિ વિશે ત્રણ નાટ્યકૃતિનો આધાર લઈ ચર્ચા કરી છે. જેમાં 'હાજરાહજૂર' – ચિનુ મોદી, 'ભડલી' – સુભાષ શાહ, 'નરવાનર' – રમેશ શાહ આ ત્રણે નાટકોના પ્રયોગ વિશે તેમણે સમીક્ષા કરી છે. જોકે પ્રયોગનું વિવેચને કઈ રીતે કરવું કે પ્રયોગ વિવેચનનાં ગૃહીતો હજી નવા વિવેચકોને સ્પષ્ટ થયા નથી. એટલે અહીં મંદિરની આરતી, રંગલો-રંગલી વગેરેનો ભૂંગળ સાથે પ્રવેશ, સૂત્રોચ્ચાર કરતાં ટોળાંનાં દૃશ્યો વગેરે ગ્રુપસીનનો ઉપયોગ કરીને નાટકને દર્શનીય બનાવ્યું છે. પ્રવાહી દૃશ્યો, સારું ટીમ વર્ક વગેરેને કારણે હાજરાહજૂર આસ્વાદ્ય નાટક બન્યું પણ કુશળ દિગ્દર્શક હજુ પણ કૃતિગત રસસ્થાનોને વિકસાવી શક્યા હોત તેમ વર્તાય છે. ૪૫નાટકના પ્રયોગની સમીક્ષા વિશે હજી લવકુમાર સ્પષ્ટ નથી. 'ભડલી' કે 'નરવાનર'ની મંચલિપિ વિશે તેમણે સમીક્ષાત્મક નોંધ અવશ્ય મૂકી છે. પણ તેમાં જેની ચર્ચા વિના ચાલે જ નહીં તે પ્રકાશ, સંગીત, સાયક્લોરામાનો કે સ્ટેજ ક્રાફ્ટનો વિનિયોગ, અભિનય-કોશ્ચ્યુમ, મેકપ આદિ અનેક બાબતોની ઉપેક્ષા કરીને મંચલિપિની ચર્ચા શક્ય જ નથી. અહીં પ્રયોગની સમીક્ષાની આપણી અપેક્ષા સંતોષાતી નથી. 'ગેલેલિયો ગેલિલી' બર્તોલ બ્રેખ્તના નાટકની અભ્યાસપૂર્ણ સમીક્ષા આસ્વાદ્ય છે. અહીં પ્રતની સૂક્ષ્મ ચર્ચા છે. બ્રેખ્તના વિચારને પણ તેમણે યથાતથ પકડ્યો છે. નાટકના મંચનની શક્યતાઓને પણ તેમણે ચીંધી બતાવી છે.

શબ્દ કેનવાસમાં તેમના નાટક વિશેના વિવેચન લેખો છે. 'રંગભૂમિ કેનવાસે’ એ પુસ્તકમાં તેમની નાટ્ય વિવેચના સાથે વિવેચનની સમીક્ષા પણ થતી આવે છે. 'રંગભૂમિ કેનવાસે'નાં નિવેદનમાં તેમણે એક આશા વ્યક્ત કરી છે. 'સમૂહ માધ્યમોનાં આક્રમણો વચ્ચે પણ 'નાટક' શ્વસી રહ્યું છે (ને શ્વસશે), તેના નટપ્રેક્ષકોના જીવંત-સંબંધને કારણે.' ૪૭ નટ-પ્રેક્ષકના જીવંત સંપર્કને કારણે જ નાટક ટકશે તેવી આશા ટકી રહે તેના ઉદાહરણ રૂપે આ પુસ્તકમાં તેમણે ભજવાતાં નાટકોના પ્રતિભાવરૂપે વિવેચન લેખો કર્યા છે. તે વિશે તેઓ વધારે સ્પષ્ટતા કરતાં કહે છે કે નાટકમાં પ્રસ્તુતિકરણનો... ગૌરવવંતો મહિમા હોવાને કારણે નાટકોની ચર્ચા સાહિત્ય ઉપરાંત ભજવણી સંદર્ભે કરી છે.

'રંગભૂમિ કેનવાસે'માં ચાર વિભાગમાં વિભાજિત નાટક અંગેની સમીક્ષા પ્રગટ કરી છે. પહેલા વિભાગમાં સાંપ્રત રંગભૂમિ વિશેના ત્રણ વિવેચન લેખો – 'ગુજરાતી રંગભૂમિ', 'આધુનિક એકાંકીની ગતિવિધિ', ‘અને ‘ગુજરાતી નાટક : નવા